ETV Bharat / state

ત્રણ દિવસમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ કોરોના દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય

author img

By

Published : Apr 12, 2021, 9:56 PM IST

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યું છે, ત્યારે પોઝિટિવ કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ETV BHARAT દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહેસાણા જિલ્લામાં ગત 3 દિવસમાં કુલ 30થી વધુ દર્દીઓના મોત થયા છે. જે સામે તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી.

મહેસાણા
મહેસાણા

  • છેલ્લા ત્રણ દિવસમાં મહેસાણા અને વિસનગરના સ્મશાન ગૃહમાં 30થી વધુ મૃતદેહને અગ્નિદાહ આપ્યો
  • જિલ્લામાં 30થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય
  • સ્મશાન ગૃહ સંચાલકો આપી રહ્યા છે, કોરોનાની પરિસ્થિતિનો ચિતાર

મહેસાણા : જીવતા જગત પર કળિયુગનો અહેસાસ જાણે કે, કોરોના વાઇરસનો કહેર આજે માનવજીવન માટે મોટો ખતરો સાબિત થયો છે, ત્યારે ETV BHARAT ખાસ કરીને કોરોના પાર્ટ 2માં કેટલા લોકો મોતને ભેટ્યા છે. જાણવાનો પ્રયાસ કરતા સોમવારના રોજ મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જિલ્લામાં 30થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય

આ પણ વાંચો - કડીની કોવિડ હોસ્પિટલોમાં 99 દર્દીઓ, તંત્રએ 46 કેસ એક્ટિવ દર્શાવ્યા

વધી રહ્યો છે કોરોનાગ્રસ્તોના મોતનો આંકડો !

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં મહેસાણા સ્મશાનમાં 15થી વધુ અને વિસનગર સ્મશાનમાં 17થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. આજે પરિસ્થિતિ એ રીતે વણસી રહી છે કે, એક તરફ તંત્ર કોરોનાગ્રસ્ત લોકોના આંકડા મામલે શૂન્ય છે, ત્યાં બીજી તરફ ETV BHARATની તપાસમાં જિલ્લામાં માત્ર છેલ્લા ત્રણ દિવસમાં જ 30થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયાની હકીકતો સામે આવી છે.

આ પણ વાંચો - મહેસાણામાં સિવિક સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયું

એક જ દિવસમાં 9 કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમસંસ્કાર છતાં તંત્રમાં શૂન્ય

વિસનગર સ્મશાન ગૃહની મુલાકાતમાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કુલ 12 પૈકી 9 મૃતદેહ કોરોનાગ્રસ્ત આવ્યા હતા. જેમને એમ્બ્યુલન્સમાંથી સીધા જ ગેસ ભઠ્ઠીમાં લઇ જઇ અંતિમસંસ્કાર કરાયા છે. એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ દોઢ કલાકનો સમય જાય છે, ત્યારે મોડી રાત સુધી સ્મશાન ગૃહના ઓપરેટર દ્વારા આ અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવી રહી છે. એક સાથે સતત ગણા મૃતદેહ એક જ દિવસમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા હોવાથી સોમવારના રોજ સ્મશાનની ભઠ્ઠીમાં સતત આગને કારણે એન્ગલ્સ પણ બેન્ડ થઈ ગઈ છે.

મહેસાણા
સ્મશાનની ભઠ્ઠીમાં સતત આગને કારણે એન્ગલ્સ પણ બેન્ડ થઈ ગઈ છે

આ પણ વાંચો - કોરોના સામે સાવધાની રાખવા મહેસાણામાં શનિવાર- રવિવાર બજારો બંધ રહેશે

સરકાર સ્મશાન ગૃહને પણ મદદરૂપ થાય તે જરૂરી બન્યું !

સ્મશાન ગૃહના સંચાલકના અનુભવ પ્રમાણે સરકાર અનેક ક્ષેત્રે યોજનાઓ કે, આયોજન કરી મદદરૂપ થઈ રહી છે, ત્યારે આ મહામારી સમયે સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા સ્ટાફ પોતાના જીવન જોખમે સેવા આપી રહ્યા છે અને સ્મશાન ગૃહમાં પણ ગેસબિલ અને લાકડા ખર્ચ સહિતનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે સરકાર સ્મશાન ગૃહો માટે પણ ગેસબિલ માફી કે લાકડા ખર્ચ સહિતની વ્યવસ્થામાં મદદરૂપ થાય તો તે હિતાવહ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.