ETV Bharat / state

મહીસાગરના બાકોર પાંડરવાડા ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

author img

By

Published : Jan 26, 2020, 11:27 PM IST

મહીસાગર જિલ્લાના બાકોર પાંડરવાડાના કે.એમ.દેસાઈ હાઇસ્કૂલના પટાંગણમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા.

ETV BHARAT
બાકોર પાંડરવાડા ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

મહીસાગર: જિલ્લામાં બાકોર પાંડરવાડામાં જિલ્લા કક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન શિક્ષણ રાજ્ય પ્રધાને રાજ્ય સરકાર દ્વારા ગરીબો, શોષિતો, વંચિતો, અને સમાજના તમામ વર્ગો લાગૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે, જળ સંચય, ગરીબ કલ્યાણ મેળા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સિંચાઈ, મા કાર્ડ, સેવા સેતુ, કરૂણા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, એપ્રેન્ટીસ યોજના, રોજગાર ભરતીમેળા, પાણી પૂરવઠા, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

બાકોર પાંડરવાડા ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

આ પ્રસંગે પ્રધાન વિભાવરીબેન દવેએ ખાનપુર તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત પ્રધાન દવેના હસ્તે જિલ્લામાં વિવિધ શ્રેત્રે વિશિષ્ટ સિધ્ધિ અને કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ સહિત 35 વ્યક્તિઓને સન્માન પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન, આદિવાસી નુત્ય અને દેશ ભક્તિના ગીતો રજૂ કરી તમામને મંત્રમુગ્ધ કર્યા હતા.

ETV BHARAT
બાકોર પાંડરવાડા ખાતે 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
ETV BHARAT
કલેક્ટરને ચેક અર્પણ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા આવેલા પ્રધાને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું. આ પ્રસંગે વિભાવરીબેનની સાથે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન ખાંટ, જિલ્લા અગ્રણી જે.પી.પટેલ, મુળજીભાઇ રાણા, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા ઉષાબેન રાડા, સરપંચ સરસ્વતીબેન અને જિલ્લા તાલુકાના અગ્રણીઓ સહિત પ્રજાજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Intro:લુણાવાડા,

રાષ્ટ્રના 71 માં પ્રજાસત્તાક દિનની મહિસાગર જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ખાનપુર તાલુકાના બાકોર પાંડરવાડા ખાતે શ્રી કે. એમ. દેસાઈ હાઇસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રના ત્રિરંગાને ખુશનુમાભર્યા વાતાવરણમાં ધ્વજને ફરકાવી સલામી આપી આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરાવ્યું હતું. શિક્ષણ રાજ્યપ્રધાન શ્રીમતી વિભાવરીબેન દવેએ પૂ.મહાત્મા ગાંધીજીને યાદ કરી ગાંધીજીએ છેવાડાનાં ગામડાંના અને ગરીબો, વંચિતોના ઉત્થાન માટેની યોજના અને તેમનો વિકાસ એજ સુશાસન તે દિશામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. 
Body:
શિક્ષણ રાજ્ય પ્રધાન શ્રીમતી દવેએ રાજ્ય સરકાર દ્વારા ગરીબો- શોષિતો - વંચિતો, સમાજના તમામ વર્ગો, ખેડૂતો સહિતના લોકો માટે મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ જેવી કે, જળ સંચય, ગરીબ કલ્યાણ મેળા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સિંચાઈ, માં કાર્ડ, સેવા સેતુ, કરુણા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, એપ્રેન્ટીસ યોજના, રોજગાર ભરતીમેળા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. શ્રીમતી દવેએ વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ગુનાખોરીને ડામવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટની જાણકારી આપી ખેડૂતો જૈવિક અને સેન્દ્રીય ખેતી અપનાવે તે માટે આપવામાં આવી રહેલ માર્ગદર્શન અને જાણકારી આપી ગુજરાતને વિકાસની નવીનતમ ઉંચાઇના શિખરો સર કરવા નિષ્ઠાપૂર્વક કામ કરવાનો અનુરોધ કરી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ
પાઠવી હતી.
આ પ્રસંગે પ્રધાન શ્રીમતી વિભાવરીબેન દવેએ ખાનપુર તાલુકાના વિકાસ માટે રુપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ
કર્યો હતો. ધ્વજવંદન કર્યા બાદ શ્રીમતી દવેએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.આ પ્રસંગે પ્રધાન શ્રીમતી દવેના હસ્તે જિલ્લામાં વિવિધ શ્રેત્રે વિશિષ્ટ સિધ્ધિ અને કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ સહિત 35 વ્યક્તિઓનું સન્માન પત્ર અને એવોર્ડ આવી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા 15 જેટલા ટેબલોનું પ્રધાને નિરીક્ષણ કર્યું હતું. જેને ઉપસ્થિત મહાનુભાવો સહિત પ્રજાજનોએ રસપૂર્વક નિહાળ્યુ હતું. આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, આદિવાસી નુત્ય અને દેશ ભક્તિના ગીતો રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. Conclusion:
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય પ્રધાન શ્રીમતી વિભાવરીબેન દવેએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. બાદ બાકોર પાંડરવાડા ખાતે અંદાજે રુપિયા 1 કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું. 71 માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, પુર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, જિલ્લા અગ્રણી જે.પી.પટેલ, મુળજીભાઇ રાણા, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા શ્રીમતી ઉષાબેન રાડા, સરપંચ શ્રીમતી સરસ્વતીબેન સહિત જિલ્લા તાલુકાના અગ્રણીઓ સહિત પ્રજાજનો અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.