ETV Bharat / state

સંતરામપુર અને મોરવા હડફ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

author img

By

Published : Jan 29, 2021, 9:47 PM IST

સંતરામપુર ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં મહિસાગર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના રાજકારણમાં હલચલ વધી છે. ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાની કવાયત શરૂ થઈ છે.

Mahisagar bjp
Mahisagar bjp

  • કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાની કવાયત શરૂ
  • કોંગ્રેસમાં વર્ષોથી કામ કરતા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  • દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ ભાજપમાં જોડાયા

મહિસાગર: ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના રાજકારણમાં હલચલ વધી છે. ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાની કવાયત શરૂ થઈ છે. સંતરામપુર ખાતે બુધવારના રોજ સંતરામપુર અને મોરવા હડફ વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીમાં વર્ષોથી કામ કરતા 1500 જેટલા કાર્યકરોએ સંસદીય વિસ્તાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે જોડાયા છે.

તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટીને આવકારવા ધારાસભ્ય ડૉ. કુબેર ડીંડોર, પૂર્વ ધારાસભ્ય ડૉ. માનસિંગ ભમાત, મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીઆ, મહીસાગર જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ જે.પી.પટેલ, સંતરામપુર તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલીયા, કડાણા તાલુકા ભાજપ પ્રમુખ અંબાલાલ પટેલ બન્ને તાલુકાના મહામંત્રીઓ જશોદા બામણીયા જિલ્લા તાલુકાના તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ અને સંપૂર્ણ સંચાલન સંતરામપુર તાલુકા ભાજપ મહામંત્રી છગન માલ અને શીવા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.