ETV Bharat / state

મહીસાગરમાં ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવા બેઠક યોજાઇ

author img

By

Published : Oct 27, 2020, 10:16 PM IST

ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવામાં આવશે. જેના માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Mahisagar
Mahisagar

  • મહીસાગરમાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવાશે
  • જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
  • જમીનનો પ્રકાર, પોષક તત્વો, ફળદ્રુપતા, અને જમીનમાં ખારાશ અને ભામિકતાની માહિતી મળશે

મહીસાગરઃ ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નવી જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અને જિલ્લા ખેતીવાડી અધિકારી સુમિત પટેલ, બાગાયત અધિકારી સી.કે.પટેલીયા, નાયબ વિસ્તરણ અધિકારી જે.ડી.પટેલની ઉપસ્થિત રહ્યા હતા.

પ્રયોગશાળા દ્વારા જમીનનો પ્રકાર, પોષક તત્વો, ફળદ્રુપતાની માહિતી મળશે
આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના થતા જિલ્લાના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ (Soil health card) જમીનનો પ્રકાર, જમીનમાં પોષક તત્વોની લભયતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ અને ભામિકતા વગેરે માહિતી મળશે.

જમીનનું પૃથક્કરણના ફાયદા

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતને ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થય અને તેની ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થય જાળવવા માટે જમીનની ચકાસણી કરવી એ પાયાની બાબત બને છે. જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા જમીનનું પૃથક્કરણ કરી શકાય છે. પૃથક્કરણ આધારિત જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે. અને કયા પાક માટે કેટલા તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે જાણી શકાય છે.

કલેક્ટરે જમીન પ્રયોગશાળા બનાવવા અંગે થયેલા કામગીરી માટે ઉપસ્થિત સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સૂચન આપી સમીક્ષા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.