ETV Bharat / state

World Cup 2023 Final : જીતશે તો ભારત જ, ભુજના ક્રિકેટ રસિકોએ ભારત 2023નું વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 4:33 PM IST

વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જોરદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમે ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. તો તેની સામે કયા દેશની ટીમ ઊતરશે તે આજે નક્કી થવા જઇ રહ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાની મેચ ચાલુ છે. જોકે કચ્છના ક્રિકેટરસિકોને ભારત સામે ફાઇનલમાં કઇ ટીમ આવે તેની ચોઇસ શું છે જોઇએ.

World Cup 2023 Final : જીતશે તો ભારત જ, ભુજના ક્રિકેટ રસિકોએ ભારત 2023નું વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ
World Cup 2023 Final : જીતશે તો ભારત જ, ભુજના ક્રિકેટ રસિકોએ ભારત 2023નું વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ

ફાઇનલમાં કઇ ટીમ આવે તેની ચોઇસ

કચ્છ : વર્લ્ડ કપ 2023ની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચીને મજબૂત દાવેદારી નોંધાવી છે. ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતની ટીમ આ પહેલાં વર્ષ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. ભારતે વર્ષ 2019માં વર્લ્ડ કપની સેમિફાનલ મેચનો ન્યૂઝીલેન્ડને હરાવીને બદલો લીધો છે.

ભારતને પૂરેપૂરી તક : હવે જો આજે બીજી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા જીતશે તો ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થઈ શકે છે. જો ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ થશે તો વર્ષ 2003માં વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાં ભારત હારી ગયું હતું. તો 2003ના વર્લ્ડ કપની ફાઈનલનો બદલો લેવા માટે ભારતને પૂરેપૂરી તક મળી રહેશે.

ફાઈનલમાં જીત માટે ભારત પ્રબળ દાવેદાર : ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ચોથી વખત ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. વર્લ્ડ કપ 2023માં ભારતે લીગ મેચની 9 એ 9 મેચમાં વિજય મેળવ્યો છે તો સેમીફાઇનલમાં પણ જીતીને લગાતાર 10 જીત મેળવીને વર્લ્ડ કપ જીતવા માટેની પ્રબળ દાવેદારી નોંધાવી છે.

તમામ ઉત્કૃષ્ટ પ્રદર્શન : ભારતના બેટ્સમેન હોય બોલર હોય કે ફિલ્ડર હોય તમામ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભારતની જીત માટે યોગદાન આપી રહ્યા છે. વર્લ્ડ કપ 2023માં ટોપ 5 બેટ્સમેનમાં પણ ભારતના 2 દિગ્ગજ બેટ્સમેન છે જેમાં સૌથી ટોપ પર વિરાટ કોહલી કે જેણે 711 રન બનાવ્યા છે તે પણ જબરદસ્ત ફોર્મમાં છે. તો બોલરમાં પણ આ વર્લ્ડ કપમાં માત્ર 6 મેચમાં 23 વિકેટ ઝડપનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ તરખડાટ મચાવ્યો છે.

ભારત જ જીતવાનો ઉમંગ : ભુજના ક્રિકેટ પ્રેમી લોકોએ ભારતના 10 મેચના પ્રદર્શન પરથી આ વર્ષે વર્લ્ડ કપ તો ભારત જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.તો ભારતનો ટોપ ઓર્ડરના વિરાટ, રોહિત, ગીલ, શ્રેયસ, રાહુલ જેવા ધુંરધર બેટ્સમેન હોય કે પછી બોલિંગમાં શામી અને બુમરાહની ઘાતક બોલિંગ હોય કે પછી જાડેજાની તંદુરસ્તભરી ફિલ્ડિંગ હોય તમામ પાસે ભારતીય ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ત્યારે મજબૂત દાવેદારી સાથે ભારત ફાઈનલ મેચ રમવા ઉતરશે. ભલે ને સામે સાઉથ આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય ભારતીય ટીમ પોતાનું 100 ટકા આપશે અને વર્લ્ડ કપ જીતીને જ રહેશે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયા 5 વખત વર્લ્ડ કપ ચેમ્પિયન રહી ચુક્યું છે ત્યારે દર્શકો સાઉથ આફ્રિકાને ફાઇનલમાં જોવા ભારત સામે રમવા માટે ઈચ્છા દર્શાવી રહ્યા છે.

2003ના વર્લ્ડકપનો બદલો લઈ શકે છે ભારત : ભારતીય ટીમ દરેક ફોર્મેટમાં પોતાના ટીમ સ્પિરટ અને ખેલદિલીથી સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમના 11 એ 11 ખેલાડીઓ પોતાનું ટીમમાં યોગદાન આપી રહ્યા છે. વર્ષ 2011ના વર્લ્ડ કપ બાદ ફરી 2023માં ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચ્યું છે ત્યારે ક્રિકેટ રસિકો જણાવી રહ્યા છે કે આ વર્ષે વર્લ્ડ કપ તો ભારત જ જીતશે અને ફાઈનલનો મુકાબલો રોમાંચક થશે તો ખૂબ જ મજા પડશે. અને જો ફાઈનલ મુકાબલો ભારતનો ઓસ્ટ્રેલિયા સામે હશે અને ભારત જીતશે તો 2003ના વર્લ્ડકપનો બદલો પૂર્ણ થશે.

  1. World Cup 2023: આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કરો યા મરોનો મુુકાબલો
  2. Virat-Anushka Flying Kiss: વિરાટ કોહલીની 50મી સદી પર બોલિવૂડ સ્ટાર્સનું સ્ટેન્ડીંગ ઓવેશન, જુઓ અનુષ્કા શર્માની ફ્લાઈંગ કિસ
  3. World Cup 2023: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, બન્યો વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.