ETV Bharat / state

દોસ્તની આત્મહત્યા પર મિત્રનો આપધાત, જાણો અરેરાટીભર્યો કિસ્સો

author img

By

Published : Feb 6, 2020, 1:32 PM IST

ફિલ્મ શોલે સહિતની અનેક બોલિવૂડ ફિલ્મો બતાવાતી દોસ્તીની જેમ "યહ સાથ હમના છોંડેગે" જેવી જ ઘટનામાં કચ્છના મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે પરસ્પર મિત્ર એવા મહાવીરાસિંહ જાડેજા (ઉમર વર્ષ 32) અને જયદીપાસિંહ જાડેજા (ઉમર.વર્ષ.27)એ એક દિવસમાં કલાકોનો અંતરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

aa
દોસ્તની આત્મહત્યાને પગલે યુવાને કરી સ્યુસાઈડ, જાણો દોસ્તીનો અરેરાટીભર્યો કિસ્સો

કચ્છ/મુંદરાઃ મિત્રની આત્મહત્યા બાદ વિયોગમાં બીજા મિત્રએ પણ મોતનો માર્ગ અપનાવતા ગામમાં ભારે ગમગમીની છવાઈ ગઈ હતી. પોલીસની સત્તાવાર વિગતો મુજબ, યુવાન હતભાગી મહાવીરાસિંહ જાડેજાએ સંભવત આર્થિક ભીંસને કારણે પોતાના ઘરમાં ફાંસો ખાઇને મોત વ્હાલું કરી લીધું હતું. પોતાના પરમ મિત્રના મૃત્યુના સમાચાર સાંભળીને સવારે સાડા 10 વાગ્યાના સુમારે જયદીપાસિંહ જાડેજાએ પણ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

દોસ્તની આત્મહત્યા પર મિત્રનો આપધાત, જાણો અરેરાટીભર્યો કિસ્સો

એક જ ગામમાં એક જ સમાજમાં અને પરસ્પર મિત્ર એવા 2 યુવકોએ આપઘાત કર્યાના આ બનાવના પગલે આખા ગામમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઇ હતી. મુંદરા મરિન પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, મહાવીરાસિંહ અને જયદીપાસિંહ ખાસ મિત્ર હતા. મહાવીરાસિંહની આત્મહત્યા બાદ જયદીપાસિંહે તેના મોબાઇલ ફોનના વોટ્સએપ સ્ટેટસમાં i miss u એવું લખાણ પણ મૂક્યું હતું અને પછી તેમણે પણ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કરી લીધું હતું.

મરિન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એસ.એ. ગઢવી કેસની તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવથી ગામમાં અને ક્ષત્રિય સમાજમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી. સોશ્યલ મિડિયામાં બન્ને મિત્રોના વીડિયો પણ જોવા મળ્યાં હતાં. જેના પરથી તેમની ઊંડી દોસ્તી જોવા મળી રહી છે. જોકે, ઈ ટીવી ભારત આજના યુવાનોને આવી કોઈ ઘટનાઓ માટે પ્રેરતું નથી.

Intro:ફિલ્મ શોલે સહિતની અનેક બોલીવુડ ફિલ્મો બતાવાતી દોસ્તીની જેમ યહ સાથ હમ ના છોંડેગં જેવી જ ઘટનામાં કચ્છના  મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે પરસ્પર મિત્ર એવા મહાવીરાસિંહ હોશિયારાસિંહ જાડેજા (ઉ.વ.32) અને જયદીપાસિંહ ભરતાસિંહ જાડેજા (ઉ.વ.27)એ એક દિવસમાં કલાકાનો અંતરમાં ગલેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી સાથે  ચકચાર જાગી છે.   મિત્રની આત્મહત્યા બાદ વિયોગમાં બીજા મિત્રએ પણ મોતનો માર્ગ અપનાવતા ગામમાં ભારે ગમગમીની છવાઈ ગઈ છે. Body:
 પોલીસની સતાવાર વિગતો મુજબ  યુવાન  હતભાગી મહાવીરાસિંહ જાડેજાએ સંભવત આર્થિક ભીંસને કારણે પોતાના  ઘરમાં ફાંસો ખાઇને મોત વ્હાલું કરી લીધું હતું. આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સવારે સાડા દશેક વાગ્યાના સુમારે જયદીપાસિંહ જાડેજાએ પણ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું.  એક જ ગામમાં એક જ સમાજના અને પરસ્પર મિત્ર એવા બે યુવકે આપઘાત કર્યાના આ બનાવે ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી છે. 

મુંદરા મરિન પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે,  મહાવીરાસિંહ અને જયદીપાસિંહ મિત્ર થતા હતા. મહાવીરાસિંહની આત્મહત્યા બાદ જયદીપાસિંહે તેના મોબાઇલ ફોનના વોટ્સએપ સ્ટેટસમાં આઇ મિસ યુ એવું લખાણ પણ મૂકયું હતું અને આ સ્થિતિમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.  મરિન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એસ.એ. ગઢવી કેસની તપાસ ચલાવી રહયા છે. . આ બનાવથી ગામમાં અને ક્ષત્રિય સમાજમાં શોક સાથે અરેરાટી વ્યાપી છે.  સોશ્યલ મિડિયા ટીકટોકમાં બન્ને મિત્રોના વિડિયો પણ જોવા મળ્યા છે. જેના પરથી તેમના ઉંડી દોસ્તી જોવા મળી રહી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.