ETV Bharat / state

Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

author img

By

Published : Jan 10, 2022, 5:36 PM IST

આજે કચ્છમાં પણ આરોગ્ય અને ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વિરોધી રસીનો પ્રિકોશન ડોઝ (Precaution Dose in kutch 2022) આપવાની શરૂઆત કરવામાં આવી છે. 60 વર્ષથી ઉપરની વયના લોકો તબીબી સલાહ બાદ જ પ્રિકોશન ડોઝ (Precaution Dose for Elderly People) લઈ શકશે.

Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે
Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

કચ્છઃ કોરોના વાયરસનું જોખમ જ્યારે વધી રહ્યું છે ત્યારે વૈશ્વિક મહામારી સામે લડવા માટે વધુ સુરક્ષાની જરૂર છે. જેથી સમગ્ર રાજ્યની સાથે આજે કચ્છમાં (Precaution Dose in kutch 2022) પણ આરોગ્ય અને ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વિરોધી રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 41,000થી વધુ હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીનો પ્રિકોશન ડોઝ (Covid19 Precaution Dose) આપવામાં આવી રહ્યો છે.

કચ્છમાં આરોગ્ય અને ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના વિરોધી રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત

પ્રથમ ડોઝ લીધે 1 વર્ષ થયું છે?

કોરોના મહામારીમાં જેને સૌથી વધુ જોખમ છે તેવા લોકોને આ પ્રિકોશન ડોઝ (Covid19 Precaution Dose) આપવામાં આવશે. રસીના બંને ડોઝ મુકાવ્યા બાદ શરીરમાં ઇમ્યુનિટી વધી જાય છે જેથી બીમારી સામે રક્ષણ મળે છે. પરંતુ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જેના કારણે શરીરમાં ઇમ્યુનિટી ઘટી ગઇ હોવાથી રસીનો પ્રિકોશન ડોઝ આપી આરોગ્ય કર્મચારીઓને રસીના કવચથી સુરક્ષિત (Precaution Dose in kutch 2022) કરવામાં આવી રહ્યાં છે.

60 વર્ષથી ઉપરની વયના તબીબી સલાહ બાદ જ પ્રિકોશન ડોઝ લઈ શકશે

કચ્છ જિલ્લામાં (Precaution Dose in kutch 2022) આ માટે 10,000થી વધુ આરોગ્ય કર્મચારીઓ, 15,500થી વધુ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરને તથા 15,400 થી વધુ 60 વર્ષથી ઉપરની વયના લોકોને પ્રિકોશન ડોઝ (Covid19 Precaution Dose) આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. કચ્છમાં 60 વર્ષથી વધારેની ઉંમર (Precaution Dose for Elderly People) ધરાવતા 1.75 લાખ લોકોએ રસીના બંને ડોઝ મુકાવ્યા છે. જોકે કોમોર્બીડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લેવા માટે કોવિન પોર્ટલ પરથી મેસેજ મોકલવામાં આવશે તેમ જ તબીબી સલાહ બાદ જ તેઓ રસીનો ત્રીજો ડોઝ (Precaution Dose in kutch 2022) લઇ શકશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પ્રિકોશન ડોઝ લીધાની જાણ કોવિન વેક્સીનેશનના સર્ટિફિકેટમાં પણ થશે.

આ પણ વાંચોઃ Precaution Dose of Covid: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કરાવ્યું

ઇમ્યુનિટી ઘટે નહીં અને ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા માટે પ્રિકોશન ડોઝ અનિવાર્ય

પ્રિકોશન ડોઝની (Covid19 Precaution Dose) વાત કરવામાં આવે તો કોરોના વિરોધી પ્રથમ અને બીજો ડોઝ લીધા બાદ આપના શરીરની ઇમ્યુનિટી છે તે 9 મહિના સુધી સસ્ટેઇન રહેતી હોય છે. ત્યાર બાદ તેે ઘટતી જાય છે માટે ઇમ્યુનિટી ઘટે નહીં અને હાલમાં જે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે રક્ષણ મેળવવા માટે આ પ્રિકોશન ડોઝ લેવો અનિવાર્ય છે. જે વ્યક્તિના બીજા ડોઝને 9 મહિના થઈ ગયા છે અને જે ફ્રન્ટલાઈન વોરિયર્સ કે હેલ્થ વર્કર તરીકે કાર્ય કરે છે તથા કોમોર્બીડના લાભાર્થીઓને આ પ્રિકોશન ડોઝ (Precaution Dose in kutch 2022) આપવામાં આવી રહ્યાં છે.

35236 લોકો આ રસીના પ્રિકોશન ડોઝ મેળવવાપાત્ર

અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે પ્રિકોશન ડોઝ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કેપ્રિકોશન ડોઝ મેળવવા માટે (Covid19 Precaution Dose) કોઈ નવેસરથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી નથી. ઓનલાઈન પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે તથા રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કચ્છ જિલ્લામાં આજના લક્ષ્યાંકની (Precaution Dose in kutch 2022) વાત કરવામાં આવે તો કોવિશિલ્ડ અને કોવેક્સીન બંને રસી માટે અલગ અલગ લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે. 10804 હેલ્થ કેર વર્કર છે, 9009 ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવિશિલ્ડ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતાં તથા 60 વર્ષથી ઉપરની વયના 15423 લોકોને રસી (Precaution Dose in kutch 2022) આપવામાં આવી હતી. 35236 લોકો કોવિશિલ્ડના પ્રિકોશન ડોઝ મેળવવાપાત્ર છે.

આ પણ વાંચોઃ Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી

કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

કોવેકસીન ડોઝની વાત કરવામાં આવે તો 15 જેટલા હેલ્થ વર્કરને રસી આપવામાં આવી હતી. 6502 ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવેકસીન રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. 6517 લોકો કોવેકસીનના પ્રિકોશન ડોઝ (Precaution Dose in kutch 2022) મેળવવાપાત્ર છે. કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં કુલ 306 જગ્યાએ પ્રિકોશન ડોઝ (Covid19 Precaution Dose) આપવામાં આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.