WHO Chief Cautions to Rich : ધડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી

author img

By

Published : Dec 23, 2021, 1:00 PM IST

Updated : Dec 23, 2021, 1:41 PM IST

WHO Chief Cautions to Rich : ઘડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી
WHO Chief Cautions to Rich : ઘડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી ()

WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધનોમ ગેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) જણાવ્યું હતું કે ઉચ્ચ રસીકરણ કવરેજ (WHO Chief Cautions to Rich) ધરાવતા દેશોમાં રસીનો પુરવઠો વધારવાથી વાયરસને ફેલાવાની અને તેનું સ્વરૂપ બદલવાની વધુ તક મળશે.

બર્લિન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation-WHO) ના વડાએ ચેતવણી આપી છે કે સમૃદ્ધ દેશોમાં બૂસ્ટર ડોઝની આડેધડ રસી (WHO Chief Cautions to Rich) આપવાથી કોવિડ -19 રોગચાળાને વધુ સમય ટકી રહેવાની સંભાવના ઊભી થશે. સાથે જ કહ્યું કે આ રીતે કોઈ પણ દેશ મહામારીની પકડમાંથી બહાર આવી શકશે નહીં.

રસીનું અસમાન વિતરણ સમસ્યારુપ

WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) બુધવારે જણાવ્યું હતું કે રસીએ આ વર્ષે ઘણા લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ તેના અસમાન વિતરણથી ઘણા લોકોના મોત પણ થયાં છે. ડ્રોસે અગાઉ આ વર્ષના અંત સુધીમાં સ્વસ્થ વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવા પર મનાઈ (WHO Chief Cautions to Rich) ફરમાવવા જણાવ્યું હતું, જેથી અસમાન વૈશ્વિક રસી વિતરણનો સામનો કરી શકાય.

આ પણ વાંચોઃ Corona vaccine booster dose in India:ભારત સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશેઃ રાહુલ ગાંધી

કુલ રસીના 20 ટકા બૂસ્ટર ડોઝ

દરરોજ આપવામાં આવતી રસીના ડોઝમાંથી (WHO Chief Cautions to Rich) 20 ટકા બૂસ્ટર ડોઝ છે. સમૃદ્ધ દેશોમાં બૂસ્ટર ડોઝનો ઝડપી વ્યાપ કોવિડ-19 રોગચાળાને ટકી રહેવા માટેની વધુ શક્યતાઓ ઊભી કરશે, તેનો અંત નહીં લાવે. તેમણે કહ્યું કે વધુ રસીકરણ કવરેજ ધરાવતા દેશોમાં રસીઓનો પુરવઠો વધારવાથી વાયરસને ફેલાવાની અને તેનું સ્વરૂપ બદલવાની વધુ તક મળશે. ગેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) એમ પણ કહ્યું કે હોસ્પિટલોમાં દાખલ થયેલા અથવા કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોના મોટા ભાગને રસી આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

Last Updated :Dec 23, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.