Precaution Dose of Covid: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કરાવ્યું

author img

By

Published : Jan 10, 2022, 9:19 AM IST

Updated : Jan 10, 2022, 10:37 AM IST

Precaution Dose of Covid

રાજ્યમાં આજ સોમવારથી 60 વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ (Vaccine for Citizens Over 60 Years of Age) આપવામાં આવશે. કોરોના રસીનો ત્રીજા ડોઝ(No Registration Required for Third Dose) લેવા માટે કોઈ નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. નાગરીકો સીધા જ નજીકના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ ત્રીજો ડોઝ મેળવી શકશે.

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ મહત્વની જાહેરાત કરી હતી. જે પ્રમાણે 10 જાન્યુઆરી એટલે કે આજથી રાજ્યના 60 વર્ષથી વધુ વયના નાગરિકો કોરોના રસીનો બૂસ્ટર ડોઝ(Vaccine for Citizens Over 60 Years of Age) આપવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ત્રીજા ડોઝના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત, આરોગ્યપ્રધાન અને અમદાવાદના સચિવપ્રધાન ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ હાજર રહીને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની વયના નાગરિકો માટેના પ્રિકોશન ડોઝની(Precaution Dose of Covid) શરૂઆત કરાવી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ત્રીજા ડોઝનું રસીકરણ શરૂ કરાવ્યું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ત્રીજા ડોઝનું રસીકરણ શરૂ કરાવ્યું

વયસ્કો માટે બૂસ્ટર ડોઝના નિયમ

મનોજ અગ્રવાલએ અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોના(Third Dose of Corona Vaccine Senior Citizens) પ્રિકોશન ડોઝ માટે કોરોના રસીના પ્રથમ અને બીજો ડોઝ લીધા હોય અને તે સમયે પુરા થયાના 39 અઠવાડિયા બાદ આ પ્રિકોશન ડોઝ જે તે વ્યક્તિ લેવાના પાત્ર ગણવામાં આવશે, જ્યારે 60 વર્ષથી વધુની ઉંમરના ગુજરાતમાં કુલ 65 લાખ 80 હજાર જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સમા કુલ 12.44 લાખ, હેલ્થ વર્કર 6.24 લાખનો ડેટા રાજ્ય સરકાર પાસે તૈયાર છે. જેમાંથી કુલ 6.40 લાખ નાગરિકો 10 જાન્યુઆરીના રોજ રસિકના બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રીજા ડોઝ માટે નવા રજિસ્ટ્રેશનની જરૂર(No Registration Required for Third Dose) નથી. તેઓ સીધા જ કોઈ પણ રસીકરણ કેન્દ્રમાં મુલાકાત લઈ ત્રીજો ડોઝ મેળવી શકે છે.

3 જાન્યુઆરીથી બાળકોને આપવામાં આવી રહી છે રસી

રાજ્યના આરોગ્ય વિભાગ પ્રમાણે ગુજરાતમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે પણ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 9 જાન્યુઆરી સુધીમાં કુલ 18,56,040 બાળકોને રસીના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ 35.80 લાખ બાળકો રસીકરણને પાત્ર છે.

આ પણ વાંચોઃ Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી

વડાપ્રધાન મોદીએ કરી હતી જાહેરાત

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે અને નવા વેરિએન્ટથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની શંકા પણ તજજ્ઞ દર્શાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ દેશને સંબોધન કરીને 3 જાન્યુઆરીથી દેશના 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને પણ રસીના બૂસ્ટર ડોઝ(Corona Vaccine Booster Dose) આપવાની જાહેરાત કરી હતી.

જે વેક્સિન લીધી હતી તેનો જ ત્રીજો ડોઝ મળશે

કેન્દ્ર સરકાર પહેલા જ સ્પષ્ટ(Central Government on Precautionary Dose) કરી ચૂકી છે કે, ત્રીજા ડોઝમાં પણ તે જ વેક્સિન આપવામાં આવશે, જે પહેલા ડોઝમાં આપવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પોલે કહ્યું હતું કે, જે લોકોએ પહેલા કોવેક્સિનનો ડોઝ લીધો છે. તેમને કોવેક્સિન જ મળશે. જેમણે કોવિશિલ્ડના 2 ડોઝ લીધા છે. તેમને કોવિશિલ્ડ જ મળશે. ભારત સરકાર મિક્સ વેક્સિનેશનને રદ કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ Top News: Corona Booster Dose Appointment: સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી, આજે છે World Laughter Day 2022. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

Last Updated :Jan 10, 2022, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.