ETV Bharat / bharat

Covaxin અને Covishield Vaccine ના મિશ્રણથી સારા પરિણામો મળે છે : AIG અભ્યાસ

author img

By

Published : Jan 4, 2022, 11:54 AM IST

Covaxin અને Covishield Vaccine ના મિશ્રણથી સારા પરિણામો મળે છે : AIG અભ્યાસ
Covaxin અને Covishield Vaccine ના મિશ્રણથી સારા પરિણામો મળે છે : AIG અભ્યાસ

દેશમાં ઉપલબ્ધ કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીઓના(Covaxin and Covishield Vaccine) મિશ્રણથી સારા પરિણામો મળી શકે છે. AIGના અભ્યાસ દરમિયાન 60 દિવસ સુધી નિરીક્ષણ કરી 330 લોકો પર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: AIGના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીઓના મિશ્રણથી(Covaxin and Covishield Vaccine) સારા પરિણામ મળે છે. AIG(American International Group) હોસ્પિટલના પ્રમુખ ડૉ. નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે રસીઓનું આ સંયોજન એન્ટિબોડી(Antibody Vaccine for Covid 19) પ્રતિભાવને વધારે છે અને પરિણામે સલામત પણ છે.

60 દિવસ સુધી નિરીક્ષણ

ડૉ. રેડ્ડીએ કહ્યું કે આ અભ્યાસ 330 સ્વયંસેવકો પર કરવામાં આવ્યો હતો. જેમણે હજુ સુધી રસી લીધી ન હતી, જેમને હજુ કોવિડની અસર થઈ નથી. તેવી પ્રતિકૂળ અસરો જાણવા માટે અમે 60 દિવસ સુધી નિરીક્ષણ કર્યું છે.

ઓમિક્રોન વેરિઅન્ટ પર વેક્સીનું સારું પ્રદર્શન

આ ઉપરાંત સ્વયંસેવકોમાં સ્પાઇક પ્રોટીન એન્ટિબોડી પ્રતિભાવ 4 ગણો વધી ગઈ છે. એક રસી કરતાં રસીઓના સંયોજનને કારણે કોમ્બિનેશન વેક્સીન ઓમિક્રોન વેરિઅન્ટ પર(Combination Vaccine in Omicron Variant) વધુ સારું અસર કરે છે.

આ ઉપરાંત ડૉ. રેડ્ડીએ કહ્યું કે હું ICMRને સૂચન તરીકે વિનંતી કરું છું કે, 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝમાં રસીઓનું મિશ્રણ(Booster Doses of Vaccines) લઈ શકાય છે.

આ પણ વાંચોઃ Covaxin Bharat Biotech: કોવેક્સિન પુખ્ત વયના લોકો કરતા 2થી 18 વર્ષની વયના લોકોમાં દર્શાવે છે વધુ સારા એન્ટિબોડી પ્રતિભાવ: ભારત બાયોટેક

આ પણ વાંચોઃ Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.