ETV Bharat / state

ભુજ વિધાનસભા બેઠક પર જામશે પાટીદારો વચ્ચે જંગ, ત્રણેય પક્ષ દ્વારા પાટીદારોને આપી ટિકીટ

author img

By

Published : Nov 11, 2022, 8:28 PM IST

Updated : Nov 11, 2022, 9:53 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) ભુજ વિધાનસભા બેઠકમાં (Bhuj Assembly Candidate List)ખરાખરીનો જંગ જામવાનો છે. કોણ કોની સામે હતું અને કોણ કોની સાથે છે તેની વિગતથી ETV BHARAT તમને અહીંયા દરેક ગણિત અને ઉમેદવારના કરેલા વિશ્લેષણમાં જણાવશે.

ભુજ વિધાનસભા બેઠક પર જામશે પાટીદારો વચ્ચે જંગ, ત્રણેય પક્ષ દ્વારા પાટીદારોને આપી ટિકીટ
ભુજ વિધાનસભા બેઠક પર જામશે પાટીદારો વચ્ચે જંગ, ત્રણેય પક્ષ દ્વારા પાટીદારોને આપી ટિકીટ

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022 ) જાહેરાતો થઈ ચૂકી છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે તો હજુ પણ અમુક રાજકીય પક્ષો દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારોને (Bhuj Assembly Candidate List) જાહેર કરવામાં આવ્યા નથી. કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા તમામે તમામ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે તો કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે

હાલમાં 5 બેઠકો ભાજપ પાસે 1 માત્ર કોંગ્રેસના પક્ષમાં કચ્છની વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો કચ્છમાં કુલ 6 બેઠકો છે જે પૈકી 5 બેઠકો અબડાસા, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી - મુન્દ્રા પર ભાજપના ધારાસભ્યનું શાસન હતું જ્યારે 1 રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસ પક્ષ પાસે હતી.આ વર્ષે કચ્છની કુલ 6 બેઠકો પર કુલ 8,44,488 પુરુષ, 7,90,174 મહિલા, અન્ય 12 સહિત 16,34,674 મતદાર નોંધાયાં છે.

ભુજ વિધાનસભા બેઠક
ભુજ વિધાનસભા બેઠક

ભુજ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ ભુજ બેઠક પર 1,47,483 પુરુષ, 1,43,468 મહિલા, અન્ય 1ની સંખ્યા સહિત કુલ 2,90,992 મતદાર નોંધાયા છે. કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

ભુજ વિધાનસભા બેઠક ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કચ્છની ભુજ વિધાનસભા બેઠક કે જ્યાં છેલ્લાં 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય ચુંટાઈ આવતા હતા. જેમનું આ વખતેની ચુંટણીમાં પત્તું કપાયું છે. પક્ષ તરફથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ કે જેઓ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે રાજેશ પિંડોરીયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ પાટીદાર કાર્ડ ખેલીને પાટીદાર સમાજના અગ્રણી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ડેલીકેટ અરજણભાઇ ભૂડીયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે આ સીટ પર પાટીદારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

2012 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ વર્ષ 2012માં ભુજ વિધાનસભા બેઠક (Bhuj assembly seat in 2012) માટે કુલ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,841 મતદારો પૈકી કુલ 1,54,017 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 67 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,53,950 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમીરઅલી લોધીયાને 60,201 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 69,174 મત મળ્યા હતા અને 2012માં ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 69,174 મત મેળવી વિજેતા બન્યા હતા. ડૉ. નિમાબેન આચાર્ય 8973 મતથી વિજેતા બન્યા હતા. જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

2017 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ વર્ષ 2017માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 88 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,70,589 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4581 મત NOTAને મળ્યા હતા અને 1477 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 86,532 મત મેળવી વિજેતા બન્યા હતા. ડૉ. નિમાબેન આચાર્ય 14,022 મતના તફાવતથી વિજેતા બન્યા હતા.જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

બેઠકની ખાસિયતો
બેઠકની ખાસિયતો

આ બેઠકની ખાસિયતો કચ્છીઓ હોય ત્યાં ખોરાક તો ખરો જ. કચ્છની વાત કરીએ એટલે દરેક લોકોને પ્રથમ ખ્યાલ કચ્છી દાબેલીનો આવી જાય. દાબેલી નામ સાંભળીને દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી હોય કે પછી ગુજરાતી દરેકના મોંમા પાણી આવી જાય છે.કચ્છની દાબેલી માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ લોકપ્રિય છે અને વિદેશમાં વસતા લોકો પણ દાબેલીના ચાહક છે. દાબેલી એટલે દેશી બર્ગર. કચ્છની દાબેલી ગુજરાતમાં અનેક જગ્યાએ મળી રહે છે તથા સાથે સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ હવે લોકો દાબેલી વહેંચતા થઈ ગયા છે અને ખાસ કરીને મુંબઈમાં પણ અનેક લોકો દાબેલીના ચાહકો છે.આ ઉપરાંત ભુજના લોકો હમીરસર તળાવ પાસે આવેલા જલારામ ભેલ તથા છઠ્ઠી બારી પાસેની હાથીભાઈની ભેલ તથા જોષીના દહીંવડા અને શંકરના વડાપાવ ખાવાના ખૂબ શોખીન છે.

2022ની ચૂંટણી માટેના મુદ્દાઓ, સમસ્યાઓ
2022ની ચૂંટણી માટેના મુદ્દાઓ, સમસ્યાઓ

2022ની ચૂંટણી માટેના મુદ્દાઓ, સમસ્યાઓ ભુજ કચ્છનું પાટનગર ગણવામાં આવે છે અને ભુજ કચ્છના સેન્ટરમાં હોતા અહીંથી તમામ તાલુકામાં અને પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડી શકાય છે ત્યારે ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવાની વાત પણ અનેક વાર ઊભી થઈ છે ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. મુખ્ય પ્રાણ પ્રશ્ન તો નર્મદાના નીર નો છે તથા ખેડૂતોના ખેતરોમાં વીજ ફિડરોનો છે.ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે તો ગટરના પાણી ની સમસ્યા પણ અનેક વાર ઉદભવતી હોય છે તો બીજી બાજુ અનેક વાર વાયદાઓ કરવામાં આવેલ વિકાસના કાર્યો થંભી ગયા છે.

Last Updated : Nov 11, 2022, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.