ETV Bharat / state

શુરવીરની ભૂમિ અબડાસા બેઠક પર ત્રીપાંખિયો જંગ, કોણ બનશે આ બેઠકનો નાયક?

author img

By

Published : Nov 11, 2022, 5:55 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં ભાનનગર અબડાસા બેઠક પર ત્રણેય પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. અબડાસા વિધાનસભા બેઠક પર ચૂંટણી સંપૂર્ણ ખેડૂતો પર આધારિત બની ગઈ છે. આવો આપણે અબડાસા બેઠક (Abdasa Assembly Candidate List) પર કેમ બિગ ફાઈટ થશે તે જાણીએ...

શુરવીરની ભૂમિ અમડાસા બેઠક પર ત્રીપાંખિયો જંગ, કોણ બનશે આ બેઠકનો નાયક?
શુરવીરની ભૂમિ અમડાસા બેઠક પર ત્રીપાંખિયો જંગ, કોણ બનશે આ બેઠકનો નાયક?

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાતો થઈ ચૂકી છે. રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી રહી છે. કચ્છની વિધાનસભા બેઠકોની (Assembly seats of Kutch) વાત કરવામાં આવે તો કચ્છમાં કુલ 6 બેઠકો છે જે પૈકી 5 બેઠકો અબડાસા(Abdasa Assembly Seat), ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી મુન્દ્રા પર ભાજપના ધારાસભ્યનું શાસન હતું જ્યારે 1 રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસ પક્ષ પાસે હતી. આ વર્ષે કચ્છની કુલ 6 બેઠકો પર કુલ 8,44,488 પુરુષ, 7,90,174 મહિલા, અન્ય 12 સહિત 16,34,674 મતદાર નોંધાયાં છે.

અબડાસા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી કચ્છ વિધાનસભા બેઠક સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની (Assembly seat in Kutch district) 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. અબડાસા વિધાનસભા બેઠકના મતદારો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અબડાસા મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,50,644 મતદારો છે જે પૈકી 1,29,014 પુરુષ મતદારો છે જ્યારે 1,21,630 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

અબડાસા વિધાનસભા બેઠક
અબડાસા વિધાનસભા બેઠક

અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012માં અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,95,125 મતદારો પૈકી કુલ 1,43,507 મતદારોએ મત આપ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર છબીલ પટેલને 60,704 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર સ્વ.જયંતીલાલ ભાનુશાલીને 53,091 મત મળ્યાં હતાં. છબીલ પટેલ 60,704 મત મેળવી વિજેતા બન્યા હતા. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના વિજય બાદ લોકસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચૂંટણી હારી ગયા હતાં. વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTAને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને 73,312 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.

ક્યાં ક્યાં ઉમેદવાર અમડાસા બેઠક પર જાહેર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક કે જ્યાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ચુંટાયા હતા. જેમને આ વર્ષે ફરી ટિકિટ આપીને રીપિટ કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે વસંત ખેતાણીને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી મામદ જતને ટિકિટ આપવામાં આવી છે.

અબડાસા વિધાનસભા બેઠક અબડાસા બેઠક પર 1,30,146 પુરુષ, 1,22,947 મહિલા, અન્ય 3ની સંખ્યા સહિત કુલ 2,53,096 મતદાર નોંધાયા છે. કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.

અબડાસા વિધાનસભા બેઠકની ખાસિયતો
અબડાસા વિધાનસભા બેઠકની ખાસિયતો

અબડાસા વિધાનસભા બેઠકની ખાસિયતો આ બેઠક પર ખેતી, પશુપાલન, ખેતમજૂરી મુખ્ય વ્યવસાય છે.આ તાલુકામાં ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જ્યારે જોવાલાયક સ્થળો ઘોરાડ અભયારણ્ય આ બેઠકમાં આવે છે. એક સમયે સમગ્ર ભારતમાં ફેલાયેલા પક્ષી ઘોરાડના છેલ્લા બચેલા નિવાસ સ્થાનોમાંના એક વિસ્તાર તરીકે જાણીતો બનેલો છે. યાત્રાધામોની વાત કરીએ તો અબડાસા (Abdasa Assembly Seat)તાલુકો જૈન ધર્મના મહત્વના યાત્રાધામોનો સમાવેશ કરે છે, જે પાંચ ગામો જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરીમાં આવેલા છે. આ પાંચ ગામોનો સમૂહ અબડાસાના પંચતીર્થ તરીકે ઓળખાય છે.

અબડાસાનું નામ પણ તેની વિશેષતા છે અબડાસા નામ રાજપૂત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે અબડા અભડંગે માથું વઢાઈ જતાં 72 દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભૂમિને, અબડાસા (Abdasa Assembly Seat)તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અબડાસાનું નામ પણ તેની વિશેષતા છે. અબડાસા નામ રાજપૂત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે અબડા અભડંગે માથું વઢાઈ જતાં 72 દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભૂમિને, અબડાસા (Abdasa Assembly Seat)તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે.

અબડાસા વિધાનસભા બેઠક પર માગણીઓ
અબડાસા વિધાનસભા બેઠક પર માગણીઓ

અબડાસા વિધાનસભા બેઠક પર માગણીઓ આ મતવિસ્તારમાં આવતા પ્રાચીન મંદિરોને પ્રવાસધામમાં સમાવિષ્ટ કરવાની માગણી રહી છે. તો આ બેઠક વિસ્તારમાં વરસાદી પાણીના વહેણની સમસ્યા (Problem of stormwater runoff) છે જેના લીધે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે. જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. ઉપરાંત જૂના રસ્તાઓ, પુલોનું નવીનીકરણ થાય અને ફરીથી નિર્માણ પામે તેવી માંગ પણ અનેક વાર ઉઠી છે. તો અબડાસા તાલુકામાં (Abdasa Assembly Seat) આવેલાં પ્રાચીન મંદિરોને પ્રવાસધામમાં સમાવિષ્ટ કરવામાં આવે તેમજ તેનું પુનહનિર્માણ કરવામાં આવે તેવી માંગ પણ છે. તો આગામી સમયમાં રખડતા ઢોર, પાણીની સમસ્યા, ખેડૂતોના પ્રશ્નો, રોડ રસ્તા, પવનચક્કી સહિતના ઘણા પ્રશ્નો 2022ની ચૂંટણી અંગેના મુદ્દાઓ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.