ETV Bharat / state

CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ

author img

By

Published : Dec 10, 2021, 7:26 PM IST

CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ
CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (cds general bipin rawat) અને અન્ય 13 લોકો સાથેનું MI-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ (CDS Helicopter Crash In Coonoor) થતા 13 લોકોના મૃત્યુ થયાં હતા, જેમાં વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝ્યા હતા અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ધોરણ 9-10નો અભ્યાસ કચ્છ જિલ્લાના ગાંધીધામ (captain varun singh studied in gandhidham)માં કર્યો હતો.

  • આગામી 48 કલાકો વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે ગંભીર
  • તમિલનાડુના કુન્નુરમાં બનેલી દુર્ઘટનામાં એકમાત્ર વરુણ સિંહ જીવિત બચ્યા
  • 2020માં શૌર્યચક્રથી સન્માન કરાયું હતું

કચ્છ: બુધવારે તમિલનાડુના કુન્નુરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Helicopter Crash In Coonoor) જનરલ બિપિન રાવત (cds general bipin rawat) અને અન્ય 13 લોકો સાથેનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશથી મૃત્યુ (coonoor helicopter crash death) થતા દેશભરમાં આઘાતની લાગણી છે. આ સમગ્ર ઘટનામાં એકમાત્ર બચેલા અને હાલ સારવાર હેઠળ રહેલા વરુણ સિંહે ધોરણ 9-10માં કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે અભ્યાસ (captain varun singh studied in gandhidham) કર્યો હતો. અહીં સ્થિત તેમના મિત્રો તેમના આરોગ્યમાં જલદી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે દાઝ્યા છે વરૂણ સિંહ

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને અન્ય 13 લોકો સાથેનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ (helicopter crash in coonoor) થયાની દુર્ઘટનામાં એકમાત્ર જેમનો બચાવ થયો છે તે વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પિતા કે.પી. સિંહ 50 એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું 1995માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા BSF કેમ્પ (gandhidham mithi rohar bsf camp)ના ક્વાટરમાં રહેતા હતા.

ધોરણ 9-10નો અભ્યાસ ગાંધીધામ ખાતે કર્યો હતો

કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય શ્રી ફૂલૂ મીનાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, વરુણ સિંહે પોતાના વિધાર્થીકાળમાં 1996થી 1998 સુધી ધોરણ 9-10નો અભ્યાસ ઈફ્કો કોલોનીમાં સ્થિત કેન્દ્રીય વિધાલય (kendriya vidyalaya iffco gandhidham)માં કર્યો હતો. આગળ જતા એરફોર્સમાં જોડાઈ ગ્રુપ કેપ્ટન બન્યા હતા અને હાલમાં તમિલનાડુના વેલીંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (defence services staff college wellington tamilnadu)માં ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે ફરજ નિભાવી રહ્યા છે.

આગામી 48 કલાકો તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર

ડૉક્ટરોના જણાવ્યા મુજબ હાલમાં આગામી 48 કલાકો વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આખા દેશની સાથે ગાંધીધામમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પણ તેમના સ્વાસ્થ્યમાં જલદી સુધારા માટે પ્રાર્થના થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના પાઇલટ (combat aircraft pilot varun singh) છે. આજ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા શોર્યચક્રથી તેમનું સન્માન કરાયું હતું. કેપ્ટન વરુણ સિંહે 2020માં પોતાના જીવની પરવાહ કર્યા વગર LACએ તેજસ ફાઈટર એરક્રાફ્ટ ઊડાન ભરી રહ્યું હતું, ત્યારે એર ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને બચાવી લીધું હતું.

આ પણ વાંચો: Last Rites of Bipin Rawat: બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.