ETV Bharat / bharat

Last Rites of Bipin Rawat: બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Dec 10, 2021, 11:09 AM IST

બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ
બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલિ

તમિલનાડુમાં કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં (Coonoor helicopter crash) શહીદ થયેલા બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Brigadier L S Lidder) દિલ્હી કેન્ટમાં (Delhi Cantt) પૂરા સૈન્ય સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે.

  • દિલ્હીમાં કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા 13 જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
  • સૈન્ય સન્માન સાથે તમામ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
  • કેન્દ્રિય ગૃહ પ્રધાન, NSA, સંરક્ષણ પ્રધાને જવાનોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ સીડીએસ બિપિન રાવત સહિત કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય (Final farewell of CDS General Bipin Rawat) આપવામાં આવશે. આ તમામ લોકોના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સીડીએસ રાવતને આપી શ્રદ્ધાંજલિ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ (Union Home Minister Amit Shah paid tributes to CDS Rawat) કરી હતી. હજી થોડા સમય પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Brigadier L S Lidder) દિલ્હી કેન્ટમાં (Delhi Cantt) પૂરા સૈન્ય સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Defense Minister Rajnath Singh paid tributes to the brigadier)ને બરાર સ્ક્વેર સ્મશાન ઘાટમાં શ્રદ્ધાંજલિ અર્પણ (Tribute at Barar Square Cemetery Ghat) કરી હતી. તો શહીદ થયેલા લિડ્ડરને અંતિમ વિદાય (Brigadier L. S. Lidder's final farewell) આપવા માટે અનેક અગ્રણીઓ આવી રહ્યા છે. આમાં સૈન્ય અધિકારીની સાથે નેતાઓ પણ ઉપસ્થિત છે.

  • Home Minister Amit Shah pays tribute to CDS Gen Bipin Rawat who passed away in an IAF chopper crash near Coonoor in Tamil Nadu on Wednesday. pic.twitter.com/Jf14uoUyMe

    — ANI (@ANI) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CM મનોહરલાલે આપી શ્રદ્ધાંજલિ

હરિયાણા મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે પણ બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Haryana CM Manohar Lal Khattar also paid tributes to the brigadier)ને સ્મશાન ઘાટમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • दिल्ली: हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर ने ब्रिगेडियर एल.एस. लिड्डर को बरार स्क्वायर श्मशान घाट में श्रद्धांजलि दी । pic.twitter.com/whdgeIDW4H

    — ANI_HindiNews (@AHindinews) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

NSA અજિત ડોભાલે આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (NSA Ajit Doval pays tribute to Brigadier)ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે CDS બિપિન રાવતની સાથે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ થયેલા લિડ્ડરના દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેરમાં અંતિમ વિદાય કરવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, અંતિમ સંસ્કારમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ સામેલ રહેશે.

લીડ્ડરના પત્ની અને પુત્રીએ આપી શ્રદ્ધાંજલિ

બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરને (Brigadier L S Lidder)ના પત્ની અને પુત્રીએ પણ અશ્રુભીની આંખોએ દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેરમાં તેમને અંતિમ સન્માન આપ્યું હતું. સ્મશાન ઘાટ પર માહોલ ભાવુક છે. પરિવારજનો અશ્રુભીની આંખોથી શહીદોના ફોટોને સાથે રાખીને જોવા મળી રહ્યા છે. તો CDS જનરલ બિપિન રાવત અને 11 અન્ય સૈન્યકર્મીનું બુધવારે તમિલનાડુના કુન્નુરની પાસે ભારતીય વાયુસેનાના એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું. આજે સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.