ETV Bharat / state

શાસન અને ચૂંટણીઓ સમયે ભાજપની નીતી અને નિયતમાં ઘણો ફેર, ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

author img

By

Published : Oct 23, 2020, 12:20 AM IST

કચ્છના અબડાસાના વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. શાંતિલાલ સેંઘાણીનાં પ્રચાર માટે ભુજ ખાતે પત્રકાર પરિષદમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય, કાયદો વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપની નીતી અને નિયત અંગે સવાલો ઉભા કરીને ચૂંટણી સમયે જે રીતે પ્રધાનો કેમ્પ કરીને વિકાસકામો અને વાતો કરે છે, તેવી જ રીતે સતત કામ થાય તો કોંગ્રેસ પણ તેને આવકારશે તેમ જણાવ્યુ હતું.

ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી
ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

  • ભુજમાં કોગ્રેસના પ્રવક્તાની પત્રકાર પરીષદ
  • ડૉ.મનિષ દોશીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • સરકારની નીતી અને નિયતીમાં ઘણો ફેર

કચ્છઃ પત્રકાર પરીષદને સંબોધન કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ગરીબ–સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો હતો. જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. કચ્છમાં 182 શાળાઓને તાળા લાગી રહ્યાં છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં 15000 કરતા વધારે શાળામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2011માં ગુજરાતને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી પણ સરકારે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. પ્રાથમિક શિક્ષકની ભરતી ના કરી અને અંતે સરકારે કોમ્પ્યુટર લેબને તાળા મારવાનો નિર્ણય કર્યો છે.

ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

કચ્છ જિલ્લાની શાળાઓમાં મેદાનો નથીઃ મનિષ દોશી

રાજ્યમાં રમતગમતનાં મેદાન વગરની 6921 શાળાઓમાંથી કચ્છ જિલ્લામાં 262 શાળામાં મેદાન નથી. શુ આ રીતે રમશે ગુજરાત? શીખશે ગુજરાત? તેવો સવાલ કર્યા હતા. કચ્છમાં 568 શાળા ઓરડાની ઘટ છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે રોજગાર કચેરીનાં માધ્યમથી 33 જિલ્લાના 2230 યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. જેમાં કચ્છમાં નોંધાયેલ 15052 બેરોજગાર યુવાનમાંથી માત્ર 4 યુવાનોને સરકારી નોકરી મળી છે. ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની નીતિ રહી હોવાનું જણાવ્યુ હતું.

ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી
ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

સરકારી જમીન નજીવા ભાવે ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીએનો લુંટાવીઃ મનિષ દોશી

કચ્છમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલ 2992 બાળકો પૈકી 487 બાળકો સીક ન્યુ બોર્ન યુનિટમાં દાખલ થયા, તેમાંથી 366 બાળકોનું સારવાર દરમિયાન મોત થયા છે. કચ્છમાં સરકારી-જનરલ હોસ્પિટલમાં 94માંથી 32 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 585માંથી 379 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 218માંથી 63 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. કચ્છની અબજો રૂપિયાની જમીન 1 રૂપિયાથી 15 રૂપિયાના નજીવા ભાવે ભાજપ સરકારે તેમના મળતીયા કંપનીઓને લુંટાવી દીધી છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 360 કરોડના ખર્ચે બનેલી ભુજ સરકારી હોસ્પિટલ ખાનગી ઉદ્યોગગૃહને સોંપી કચ્છના લાખો નાગરિકો માટે આરોગ્ય સેવા છીનવી લીધી છે. કોરોના મહામારીની આફતને પણ ભાજપએ ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો છે. તેવો આક્ષેપ તેેમણે કર્યો હતો.

ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી
ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

ભાજપ સરકારના શાસનમાં કથળતો કાયદો વ્યવસ્થાઃ મનિષ દોશી

"બેટી બચાવો”નું સુત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ભાજપ સરકારના શાસનમાં કથળતો કાયદો વ્યવસ્થા અને મહિલા સુરક્ષામા સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે. ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાથી ખેડૂત ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થશે. ચૂંટણી પ્રચારમાં ખેડૂતની આવક બમણી કરવા ટેકાના ભાવ દોઢ ગણા કરવાનું વચન આપનાર ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. બિયારણ કૌભાંડ, મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, પાકવીમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, સહિતના અનેક ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે.

ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી
ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરીષદ યોજી

કચ્છ જિલ્લામાં કથળતી કાયદો–વ્યવસ્થાની સ્થિતિની વિગત

દોશીએ પત્રકાર પરીષદમાં કચ્છ જિલ્લામાં કથળતી કાયદો–વ્યવસ્થાની સ્થિતિની વિગત આપતા કહયું હતું કે, કચ્છમાં લુંટના 85, બળાત્કારના 128, ખૂનના 83, અપહરણના 143, ધાડના 19, આત્મહત્યાના 681, ચોરીના 875, અપમૃત્યુના 1631, રાયોટીંગના 151, આકસ્મિક મૃત્યુના 950, ઘરફોડ ચોરીના 342, ખૂનની કોશીષના 105 બનાવો ગત સમયમાં નોંધાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.