ETV Bharat / state

Guru Nanak Birth Anniversary 2021: કચ્છના લખપતમાં ગુરુદ્વારા પ્રકાશવર્ષની ઉજવણી કરાઈ, વડાપ્રધાને કચ્છીમાં કરી વાત..

author img

By

Published : Dec 25, 2021, 6:27 PM IST

Updated : Dec 25, 2021, 7:01 PM IST

Guru Nanak Birth Anniversary 2021: કચ્છના લખપતમાં ગુરુદ્વારા પ્રકાશવર્ષની ઉજવણી કરાઈ, વડાપ્રધાને કચ્છીમાં કરી વાત..
Guru Nanak Birth Anniversary 2021: કચ્છના લખપતમાં ગુરુદ્વારા પ્રકાશવર્ષની ઉજવણી કરાઈ, વડાપ્રધાને કચ્છીમાં કરી વાત..

શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના(Nanakdev, the guru of Sikhism) 552 વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ લખપત આ પ્રકાશપર્વ ઉજવણીમાં સહભાગી થયા હતા.ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપત ગુરુદ્વારા (Lakhpat Gurudwara of Kutch )પ્રકાશ વર્ષના સમાપનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

કચ્છઃ શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી (Nanakdev, the guru of Sikhism) મહારાજના 552 વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત (Lakhpat Gurudwara of Kutch ) મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.23/24/25 ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપત ગુરુદ્વારા પ્રકાશ વર્ષના સમાપનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

વડાપ્રધાને કચ્છ વાસીઓને શુભકામના પાઠવી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ લખપત આ પ્રકાશપર્વ ઉજવણીમાં સહભાગી થયા હતા.તો વડાપ્રધાને પોતાના સંબોધનમાં કચ્છી ભાષામાં પણ કચ્છ વાસીઓને શુભકામના પાઠવી હતી.આ પ્રકાશ પર્વની ઉજવણીમાં ગુરુ નાનકજીના( GuruParva Celebration in Gurudwara Lakhpat Sahib)સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.તમામ સમાજના લોકોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

નાનકદેવ જન્મજયંતિની ઉજવણી

વડાપ્રધાને કચ્છી ભાષામાં કચ્છવાસીઓના ખબર અંતર પૂછ્યા

લખપતના ધાર્મિક સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કચ્છ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.સંબોધન પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે કચ્છી ભાષામાં કી અયો મુજા ભા ભેણ કહી કચ્છી વાસીઓની પૂછપરછ કરી હતી.કચ્છી વાસીઓને કચ્છી ભાષામાં શુભકામનાઓ પાઠવી તથા વધી રહ્યા રોગચાળા વચ્ચે પોતાની તથા પરિવારોના સભ્યોની ધ્યાન રાખવા જણાવ્યું હતું. તથા હાલ શિયાળામાં ઠંડી વધુ છે ત્યારે ઠંડીથી ધ્યાન રાખવા જણાવ્યું હતું. જ્યારે તેઓ કચ્છ આવશે ત્યારે તમામ કચ્છ વાસીઓને ચોક્કસથી મળશે તેવું જણાવ્યું હતું. લખપતમાં ઉપસ્થિત તમામ સમાજના લોકોને રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો.તો રણોત્સવમાં દોઢેક માસમાં 1 લાખ થી વધુ પ્રવાસીઓ ઉમટયા હતા.

મારો સૌભાગ્ય છે કે આ પ્રકાશપર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાની તક મળી: મુખ્પ્રધાન

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના(Chief Minister Bhupendra Patel) સંબોધનમાં જણાવ્યું હતું કે મારો સૌભાગ્ય છે કે આ પ્રકાશપર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે.ગુજરાતમાં દરેક સમાજના ઉત્સવો બધા સમાજના લોકો સાથે રાખીને ઉજવવામાં આવે છે. લખપત ખાતે નવું ગુરુદ્વારા, લંગર હોલ, મ્યુઝીયમ, ગેસ્ટ હાઉસ, સોલાર પેનલ મજબૂત રોડ વગેરે જેવા કાર્યો ગુરુ નાનકજીના આશીર્વાદથી ઉપાડવામાં આવ્યા છે. ગુરુદ્વારાને પ્રવાસન વિભાગના માધ્યમ દ્વારા 5 કરોડ ફાળવવામાં આવ્યા છે.

કચ્છના પ્રવાસન સ્થળોનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ(Dholavira is a UNESCO World Heritage Site )તરીકે જાહેર કરી છે, પ્રવાસન વિભાગ દ્વારા સગવડો વિકસાવવામાં આવી રહી છે તો ગુજરાત સરકારે અહીં ટેન્ટ સિટી પણ ઊભી કરી છે. કચ્છના અન્ય જોવાલાયક સ્થળો જેવા કે નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ, હાજીપીર જેવા પ્રવાસન સ્થળો વિશે પણ વડાપ્રધાને પોતના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ Delhi Cm Kejriwal Visits Gujarat : દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

Last Updated :Dec 25, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.