ETV Bharat / state

Bhuj Pakistan Border: ભારતીય સીમામાં ફિશિંગ બોટ ઘૂસાડવા પાકિસ્તાનનો નિસ્ફળ પ્રયાસ

author img

By

Published : Jan 31, 2022, 10:08 PM IST

ભુજના BSF જવાનોની ટુકડી લખપતવારીના ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી,તે દરમિયાન BSFના જવાનોએ 4-5 પાકિસ્તાની માછીમારો (Bhuj Pakistan Border) સાથે કેટલીક પાકિસ્તાની ફિશિંગ બોટની હિલચાલનું અવલોકન કર્યું હતું. પાકિસ્તાની માછીમારો ઉબડખાબડ દરિયાઈ સ્થિતિનો લાભ લઈને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Bhuj is the border of Pakistan: ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવા પાકિસ્તાનો પ્રયાસ નિસ્ફળ
Bhuj is the border of Pakistan: ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવા પાકિસ્તાનો પ્રયાસ નિસ્ફળ

કચ્છ: BSF દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાંથી(team of BSF jawans from Bhuj) એક પાકિસ્તાની નાગરિક અને 3 પાકિસ્તાની બોટ ઝડપવામાં આવી. જ્યારે અન્ય બાકીના પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ(Pakistan's attempt to infiltrate Indian border failed) રહ્યા હતા.જપ્ત કરાયેલી બોટની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

પાકની નાપાક હરકતો

ગુજરાત પકિસ્તાનની બોડર પર પાક દ્વારા હરકતોમાં (Infiltration of Pakistani fishermen into India) વધારો થયો છે. પોરબંદર પાક બોડર પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા (India Pakistan water border) ભારતીય જળ સીમા પરથી ઓખાની સત્યવતી બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે આમ ગત એક અઠવાડિયામાં ભારતીય બે બોટના અપહરણ થયા છે. આ અગાઉ તુલસી મૈયા નામની બોટનું પણ આપહરણ કરાયું હતું. ત્યારે આ બાબતે માછીમાર સમાજમાં રોષ ભભૂકયો છે અને પાકિસ્તાન આ પ્રકારની હરકતો બંધ કરવામમાં આવે તેવી સરકાર સમક્ષ અનેક વાર માંગ પણ કરાઈ છે.

ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ

આજ રોજ બપોરના 12 વાગ્યાના આસપાસ ભુજના BSF જવાનોની ટુકડી લખપતવારીના ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી,તે દરમિયાન BSFના જવાનોએ 4-5 પાકિસ્તાની માછીમારો સાથે કેટલીક પાકિસ્તાની ફિશિંગ બોટની હિલચાલનું અવલોકન કર્યું હતું. પાકિસ્તાની માછીમારો ઉબડખાબડ દરિયાઈ સ્થિતિનો લાભ લઈને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Porbandar fishing boat: માછીમારી કરતાં માછીમારને મધદરિયે શ્વાસની સમસ્યા ઉભી થઈ અને પછી...

BSF દ્વારા 1 પાકિસ્તાની અને 3 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ

BSFની પેટ્રોલિંગ કરતી ટુકડીએ પાકિસ્તાની ઘૂસણખોરોનો ભારતીય સીમામાં ઘૂસી રહ્યા હતા ત્યારે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની ઘુસણખોરોએ BSFના જવાનોએ જોઈને નાસવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ તેમનો પીછો કર્યો હતો અને 1 પાકિસ્તાની માછીમારને ઝડપી લીધો હતો અને સાથે 03 પાકિસ્તાની માછીમારી બોટ પણ જપ્ત કરવામાં આવી હતી જ્યારે બાકીના પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

બોટમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી

BSF દ્વાર જારી કરાયેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,જપ્ત કરાયેલી બોટની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. હજુ સુધી આ વિસ્તારમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

આ પણ વાંચોઃ India Pakistan water border: પાકની નાપાક હરકત, ભારતીય જળસીમાં પરથી બીજી બોટ સાથે માછીમારોનું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.