ETV Bharat / state

નાયબ વિકાસ કમિશનરે મહુધાની મુલાકાત લીધી, TDO વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆતો કરાઈ

author img

By

Published : Jan 6, 2021, 3:26 PM IST

ખેડા જિલ્લાના મહુધા તાલુકા પંચાયત ખાતે તાલુકા અને જિલ્લાના વિકાસને લઈ સુઝાવ, નવીન પ્રોજેક્ટ્સ, વહીવટી સુધારણા અંગેના સૂચનોની ચર્ચા કરવા નાયબ વિકાસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી

નાયબ વિકાસ કમિશનરે મહુધાની મુલાકાત લીધી, TDO વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆતો કરાઈ
નાયબ વિકાસ કમિશનરે મહુધાની મુલાકાત લીધી, TDO વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆતો કરાઈ

  • નાયબ વિકાસ કમિશનર દ્વારા મહુધા તાલુકા પંચાયતની મુલાકાત લેવાઇ
  • તાલુકા વિકાસ અધિકારી દ્વારા આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆ કરાઇ
  • મહુધાના તાલુકા વિકાસ અધિકારી પર કરાયા આક્ષેપ

ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકા પંચાયત ખાતે તાલુકા અને જિલ્લાના વિકાસને લઈ સુઝાવ, નવીન પ્રોજેક્ટ્સ, વહીવટી સુધારણા અંગેના સૂચનોની ચર્ચા કરવા નાયબ વિકાસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાનાશાહીભરી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

સરપંચો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ

મહુધાના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે તાલુકાના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અગાઉ રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ રજૂઆતો કરવામાં આવી હતી.

નાયબ વિકાસ કમિશનરે મહુધાની મુલાકાત લીધી, TDO વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆતો કરાઈ

ટીડીઓ વિરુદ્ધ નાયબ કમિશનરને કરાઈ ઉગ્ર રજૂઆતો

નાયબ વિકાસ કમિશને તાલુકાના સરપંચો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી ધાક-ધમકી આપી આપખુદશાહી કામગીરી કરવાની પદ્ધતિથી તાલુકાનો વિકાસ અટકી ગયો છે. જેમાં 15 ટકા વિવેકાધીન, ATVT સરકારની દરેક યોજના ખોરંભે પડી ગઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. સરપંચો દ્વારા કોઇપણ કામની મંજૂરી, પૂર્ણ કરવાનો સમય તાલુકા વિકાસ અધિકારી જાતે નક્કી કરતા હોવાની રજૂઆત કરાઇ હતી.

સરપંચે રડતાં રડતાં નાયબ કમિશનરને કરી રજૂઆત

મહુધા તાલુકાના અલીણા ગામના સરપંચ ભાવિન પટેલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાજકીય ઈશારે અમારી સાથે પદ પ્રતિષ્ઠા ખરડાય એવું વર્તન કર્યું છે. પ્રામાણિકતાથી કામ કર્યું હોવા છતાં અવાર-નવાર નોટિસો આપી માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની રડતાં રડતાં રજૂઆત કરી હતી.

રાજકીય ઈશારે કામ કરતા હોવાના આક્ષેપ

તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા રાજકીય ઈશારે કામ કરતા હોવાનો પણ સરપંચોએ આક્ષેપ કર્યો હતો. તેમજ
પોતાની વાહવાહી કરાવવા મન ફાવે તેમ વર્તન કરી તાલુકાનો વિકાસ રૂંધવાની કામગીરી કરી રહ્યા હોવા સહિતના આક્ષેપો કરી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ જૂઆ

તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધની રજૂઆતો સાથે જ તાલુકામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જણાવી કેટલાક આગેવાન અને નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીની તરફેણ કરી ભ્રષ્ટાચારીઓ દ્વારા ખોટી બુમરાણ મચાવવામાં આવતી હોવાની રજૂઆતો થઈ હતી.

નાયબ વિકાસ કમિશનર મીડિયાને જાણકારી આપવાની કર્યો ઇનકાર

મહત્વનું છે કે, મહિલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીને લઈ અવાર-નવાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈ નાયબ વિકાસ કમિશનર દ્વારા મુલાકાત લઈ રજૂઆતો સાંભળી હતી. જ્યાં તાલુકા પંચાયત કચેરી ખાતે મોડી સાંજ સુધી વિવિધ કાર્યવાહી ચાલી હતી. સમગ્ર મુલાકાત અંગે નાયબ વિકાસ કમિશનરને પૂછતાં તેઓએ મીડિયાને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.