ETV Bharat / state

ડાકોરમાં શિક્ષક કોરોના સંક્રમિત, શાળાઓ રહેશે બંધ

author img

By

Published : Mar 30, 2021, 7:18 PM IST

ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મંગળવારના રોજ યાત્રાધામ ડાકોર ખાતે આવેલી સંસ્થાન હાઈસ્કૂલમાં શિક્ષક કોરોના સંક્રમિત થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારથી શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

કોરોના સંક્રમિત
કોરોના સંક્રમિત

  • શિક્ષક થયા કોરોના સંક્રમિત
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્યા ચિંતિત
  • 31 માર્ચથી શાળા બંધ રાખવામાં આવશે

ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોર શહેરમાં આવેલી સંસ્થાન હાઈસ્કૂલના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - યાત્રાધામ ડાકોરમાં વધતું કોરોનાનું સંક્રમણ, વૃદ્ધાશ્રમમાં 9 લોકો કોરોનાથી પ્રભાવિત

સંપર્કમાં આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે

શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ તેમના સંપર્કમાં આવેલા અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડાકોર શહેરમાં આવેલી સંસ્થાન હાઈસ્કૂલના શિક્ષક કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો - કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો

વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્યા ચિંતિત

શાળાના શિક્ષક કોરોના સંક્રમિત થતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ચિંતાગ્રસ્ત બન્યા છે.

આ પણ વાંચો - ડાકોર મંદિર ત્રણ દિવસ સુધી ભાવિકો માટે બંધ

31 માર્ચથી શાળા બંધ રહેશે

શાળામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત સૌના આરોગ્યની સલામતી માટે 31 માર્ચ એટલે કે બુધવારના રોજથી સંસ્થાન હાઈસ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.