ETV Bharat / state

ડાકોર (Dakor Temple) રણછોડરાયજી મંદિર દ્વારા પ્રસાદના ભાવમાં કરાયો વધારો

author img

By

Published : Jun 30, 2021, 5:18 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor Temple) ખાતે રણછોડરાયજી મંદિર તંત્ર દ્વારા પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પ્રસાદીના લાડુ મોંઘા થતા ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ડાકોર મંદિર
ડાકોર મંદિર

  • એક લાડુના રૂપિયા 10, બે લાડુના 20 ,ત્રણ લાડુના રૂપિયા 50 અને 6 લાડુના રૂપિયા 100 કરાયા
  • અત્યાર સુધી ભાવિકોને રૂપિયા10 લેખે જોઈએ તેટલા લાડુ અપાતા હતા
  • ભાવ વધારો કરવામાં આવતા ભાવિકોમાં નારાજગી


ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજીના પ્રસાદમાં વધારો કરવામાં આવ્યો છે. ડાકોર (Dakor Temple) રણછોડરાયજી મંદિર પ્રસાશન દ્વારા મંદિરના પ્રસાદીના લાડુના ભાવમાં વધારો કરાયો છે.


અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 માં જોઈએ તેટલા લાડુ અપાતા


મંદિર ખાતે અત્યાર સુધી ભાવિકોને રૂપિયા 10 લેખે જોઈએ તેટલા લાડુ આપવામાં આવતા હતા. હવે મંદિર તંત્ર દ્વારા નવા ભાવ વધારા મુજબ એક લાડુના રૂપિયા10, બે લાડુના 20 ,ત્રણ લાડુના રૂપિયા 50 અને 6 લાડુના રૂપિયા 100 ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rathyatra 2021: અમદાવાદમાં અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને આવશે


અગાઉ વિવાદ થતા ભાવ વધારો પાછો ખેંચાયો હતો


મંદિર તંત્ર દ્વારા કોરોના મહામારી પહેલા પ્રસાદના લાડુના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ભાવ વધારા મામલે વિવાદ થતા ભાવ વધારો પાછો ખેંચાયો હતો.

આ પણ વાંચો : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે યાત્રાધામ ડાકોર ખાતે સહપરિવાર દર્શન કર્યા


ભાવ વધારો કરવામાં આવતા ભાવિકોમાં નારાજગી


હાલ મોંઘવારી વધી રહી છે, રોજેરોજ વિવિધ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોંઘો પરિવહન ખર્ચ કરી ડાકોર ખાતે દર્શને પહોંચેલા ભાવિકોએ હવે પ્રસાદી માટે પણ વધારે ખર્ચ કરવો પડશે, જેને લઈ ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.