ETV Bharat / state

ગુજરાતનું ગૌરવ,  નડીયાદની દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ

author img

By

Published : Dec 7, 2020, 8:11 AM IST

Updated : Dec 7, 2020, 1:24 PM IST

નડીયાદની ફિજીયોથેરાપીસ્ટ ડૉ. બ્રેવશી રાજપુતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નું ટાઇટલ પણ જીત્યું છે.

Etv Bharat, Gujarati News, Nadiad News
નડીઆદના સિક્યુરિટી ગાર્ડની ડૉક્ટર દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ


ગુજરાતનું ગૌરવ, નડીયાદની દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ
  • નડીયાદની ડૉ. બ્રેવશી રાજપૂતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો
  • દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ
  • ડૉ. બ્રેવશીના પિતા નિવૃત એસઆરપી જવાન, હાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે

નડીઆદઃ શહેરની ફિજીયોથેરાપીસ્ટ ડૉ. બ્રેવશી રાજપુતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નું ટાઇટલ પણ જીત્યું છે. હવે તે દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ છે. આગામી સમયમાં દિલ્હી ટાઇટલ મેળવશે તો તે આગામી સિંગાપોર ખાતે ઈન્ટરનેશનલ ટાઇટલ માટે જશે. હાલ તેના પરિવારજનોમાં ખુશી છે. આ સાથે મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ ડૉકટરને તમામ રીતે મદદરૂપ થવા ખાતરી આપી છે.

નડીઆદના સિક્યુરિટી ગાર્ડની ડૉક્ટર દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ

નડીઆદની બ્રેવશી રાજપૂતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર2020નો ખિતાબ જીત્યો

નડીઆદમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના જલગાવના રહેવાસી એસઆરપીના નિવૃત જવાન નાનાભાઈ ઇન્દ્રવદન રાજપૂત અન્ય પુત્ર પુત્રીઓ પૈકી નાની દીકરી પ્રતિભાને ભણાવી મોટી કરી. જોકે તે ખાનગી ટીચર છે અને તેના પતિ એક ફેકટરીમાં સિક્યુરિટીની ફરજ બજાવે છે. એવામાં તેના ત્યાં દીકરી બ્રેવશીનો જન્મ થયો. નનાભાઈએ આ પૌત્રીના સપના પૂર્ણ કરવા નિર્ણય કર્યો. બ્રેવશીના માતા-પિતા સક્ષમ ન હોવાને કારણે નાનાએ પરિવારના સહયોગથી પોતાના ખર્ચે બ્રેવશીને ફિજીયોથેરાપીસ્ટ બનાવી અને તેના મોડલિંગના શોખ પણ પુરા કરવા પ્રયત્ન કર્યા.

Etv Bharat, Gujarati News, Nadiad News
નડીઆદના સિક્યુરિટી ગાર્ડની ડૉક્ટર દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ

બ્રેવશીના માસીએ તેના વીડિયો મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ના ટાઇટલ કોમ્પિટિશનમાં અપલોડ કરતા તે સિલેક્ટ થઈ હતી. જે બાદ આ ટાઇટલ કોમ્પિટિશનમાં ઓનલાઈન વોટિંગમાં તે પ્રથમ આવતા તેને મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નું ટાઇટલ જીત્યું અને ઓનલાઈન વોટિંગમાં પ્રથમ આવતા તેનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નો પણ ખિતાબ જીત્યો હતો.

Etv Bharat, Gujarati News, Nadiad News
નડીઆદના સિક્યુરિટી ગાર્ડની ડૉક્ટર દીકરીએ જીત્યું ગુજરાત કક્ષાનું મોડેલિંગ ટાઇટલ

દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ

હવે બ્રેવશી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ટાઇટલ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરના ખિતાબ માટે નોમિનેટ થઈ હોવાને લઇ તેમાં ભાગ લેશે અને જો તે આ ટાઇટલ જીતશે તો તેને સિંગાપોર ખાતે ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવા મળશે. હાલ તો ગુજરાત કક્ષાનું ટાઇટલ બ્રેવશીએ જીતતા નડીઆદ વાસીઓમાં ખુશી છે તો મુખ્ય દંડક પંકજ દેસાઈને આ દીકરી અંગે જાણ થતાં તેઓએ પણ બ્રેવશીને દિલ્હી અને સિંગાપોર જવા અને તમામ પ્રકારની મદદની ખાતરી આપી શુભેચ્છાઓ આપતા બ્રેવશીની હિંમતમાં વધારો થયો છે.

Last Updated :Dec 7, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.