ETV Bharat / state

22મી ડિસેમ્બર એટલે વિન્ટર સોલ્સટિસ, વર્ષનો સૌથી નાનો દિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 4:37 PM IST

આજે વિન્ટર સોલ્સટિસ છે એટલે કે વર્ષનો સૌથી નાનો દિવસ. સમગ્ર વર્ષમાં 22મી ડિસેમ્બર સૌથી નાનો દિવસ ગણાય છે. આ એક રોમાંચક ખગોળીય ઘટના વિશે વાંચો વિગતવાર. Winter Solstice 22 December Astronomical Events

22મી ડિસેમ્બર એટલે વિન્ટર સોલ્સટિસ
22મી ડિસેમ્બર એટલે વિન્ટર સોલ્સટિસ

રોમાંચક ખગોળીય ઘટના, વિશ્વનો સૌથી નાનો દિવસ

જૂનાગઢઃ વર્ષમાં બે વાર રોમાંચક ખગોળીય ઘટના ઘટે છે જેના પરિણામે વર્ષનો સૌથી લાંબો અને સૌથી ટૂંકો દિવસ રચાય છે. આજે 22મી ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ છે આ ઘટનાને વિન્ટર સોલ્સટિસ કહેવામાં આવે છે. વર્ષનો સૌથી લાંબો દિવસ 22મી જૂન ગણાય છે આ ઘટનાને સમર સોલ્સટિસ કહેવામાં આવે છે. આ બંને ઘટનાઓનો આધાર સૂર્ય તરફ પૃથ્વી કેટલી નમીને પરિક્રમણ કરે છે તેના પર રહેલો છે.

22 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસઃ આજે વિન્ટર સોલ્સટિસ છે. આજના દિવસે એટલે કે 22મી ડિસેમ્બરે પૃથ્વીનો ઉત્તરીય ગોળાર્ધ સૂર્યથી ઘણો દૂર હોય છે તેથી ભારત અને તેની આસપાસના દેશોમાં દિવસ ઘણો નાનો હોય છે. આ ઘટનાને વિન્ટર સોલ્સટિસ કહેવામાં આવે છે. હવે જેમ જેમ દિવસ જતા જશે તેમ તેમ દિવસ મોટો થતો જશે. તેનું કારણ પૃથ્વીનો ઉત્તરીય ગોળાર્ધ સૂર્ય તરફ ઢળેલો રહેશે. જે સૂર્ય તરફ સૌથી વધુ ઢળેલો 22મી જૂને હોય છે. તેથી તે દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે. આ ઘટનાને સમર સોલ્સટિસ કહેવામાં આવે છે. આ બંને રોમાંચક ખગોળીય ઘટનાઓ છે.

22મી ડિસેમ્બર અને 22મી જૂનના દિવસે જે ખગોળીય ઘટના ઘટે છે તેને વિન્ટર અને સમર સોલ્સટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનું પરિભ્રમણ સૂર્યની આસપાસ ધીરે ધીરે નજીક જતું જોવા મળશે. જેને કારણે શિયાળાના દિવસો જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જશે. આ ખગોળીય ઘટના અનુસાર દિવસ અને રાત લાંબા અને ટૂંકા થતા જોવા મળે છે...વિભાકર જાની(વિજ્ઞાન શિક્ષક, જૂનાગઢ)

  1. પુનાના 16 વર્ષિય ખગોળ પ્રેમીએ ચાર ક્લાકમાં ચંદ્રના 55,000 ફોટા લીધા
  2. જામનગરવાસીઓએ વર્ષમાં 2 વાર જોવા મળતી મંગળ અને શુક્રના મિલનની ખગોળીય ઘટનાનો જોયો નજારો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.