ETV Bharat / state

Atul Chag Suicide Case : ડો, અતુલ ચગની આત્મહત્યાનો મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચવાની શક્યતા

author img

By

Published : May 2, 2023, 3:08 PM IST

વેરાવળના ડો અતુલ ચગની આત્મહત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચે તેવી પૂરી શક્યતાઓ છે. રાજ્યની વડી અદાલતે કરાયેલા આદેશની નકલ પરિવારજનોને મળ્યા બાદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી માટે નિર્ણય કરી શકે છે.

Atul Chag Suicide Case : ડો, ચગની આત્મહત્યાનો મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચવાની શક્યતા
Atul Chag Suicide Case : ડો, ચગની આત્મહત્યાનો મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચવાની શક્યતા

ગીર સોમનાથ : વેરાવળના ખ્યાતનામ તબીબ ડો અતુલ ચગે થોડા મહિના પૂર્વે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પૂર્વે લખાયેલી સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનો ઉલ્લેખ કરાયો છે, ત્યારે રાજેશભાઈ અને નારણભાઈ પર ફરિયાદ દાખલ થાય તેને લઈને અતુલ ચગના પરિવારજનો એ રાજ્યની વડી અદાલતમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. જેને ફગાવીને સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન લેવા ગુજરાતની વડી અદાલતે અતુલ ચગના પરિવારને આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Atul Chag Suicide Case: ડો.અતુલ ચગ આપઘાત કેસમાં પુત્રએ કરેલી કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી હાઇકોર્ટે ફગાવી, હવે સુપ્રીમ કોર્ટમાં જશે

ડો અતુલ ચગ આત્મહત્યા મામલો : વેરાવળના ખ્યાતનામ તબીબ ડો અતુલ ચગની આત્મહત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચે તેવી પૂરી શક્યતાઓ છે. થોડા મહિના પૂર્વે વેરાવળના ખ્યાતના તબીબ અતુલ ચગે તેમની હોસ્પિટલમાં આત્મહત્યા કરી હતી. જેમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમા આત્મહત્યા માટે જવાબદાર હોવાનું લખેલું હતું. તેમ છતાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારણભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નહીં થતા ડો ચગના પરિવારે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે માટે કન્ટેમ્ટ અરજી રાજ્યની વડી અદાલતમાં કરી હતી. તેને ફગાવીને સમગ્ર મામલામાં ડો અતુલ ચગના પરિવારજનો સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલાને લઈને પોતાનો પક્ષ રજુ કરે તેવો આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે તેવી શક્યતા : અતુલ ચગ આત્મહત્યા મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે. અતુલ ચગના વકીલ ચિરાગ કક્કડે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્યની વડી અદાલતે સમગ્ર મામલામાં જે આદેશ કર્યો છે. તે હજુ સુધી અમારા સુધી લેખિત સ્વરૂપે પહોંચ્યો નથી, જ્યારે રાજ્યની વડી અદાલતે કરેલા આદેશની નકલ અમને મળી જાય, ત્યારબાદ સમગ્ર મામલાનો અભ્યાસ કર્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહીને લઈને કોઈ અંતિમ નિર્ણય થઈ શકે છે. રાજ્યની વડી અદાલતે જે નિર્દેશો જાહેર કર્યા છે. તે મુજબ કાયદાકીય અભિપ્રાયો અને મૃતક ડો અતુલ ચગના પરિવારજનો સાથે કાયદાકીય યોગ્ય મસલતો થયા બાદ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી કે કેમ તેને લઈને કોઈ અંતિમ નિર્ણય વકીલો અને ડો અતુલ ચગના પરિવારજનો દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.