ETV Bharat / state

શ્વાને 2 વર્ષના પુત્રના શ્વાસ થંભાવ્યા, બચકા ભરીને ફાડી ખાતા મૃત્યું

author img

By

Published : Jul 19, 2022, 2:19 PM IST

Updated : Jul 19, 2022, 4:40 PM IST

રસ્તે રખડતા પશુ ક્યારેક એટલી મોટી મુશ્કેલી ઊભી કરી (Scattered Dog Panic) શકે છે જેના કારણે વ્યક્તિને જીવ ગુમાવવાનો (Dog Bite in Manavadar) વારો આવે છે. ક્યારેક રસ્તે રખડતા બળદ ઢીક મારીને નુકસાન પહોંચાડે છે. તો ક્યારેક શ્વાન ત્રાસને કારણે બહાર નીકળવું મુશ્કેલ બને છે. સૌરાષ્ટ્રમાં માણાવદર સીમ વિસ્તારમાં હૃદયને કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. જેમાં બે વર્ષના પૂત્રને શ્વાને એવા બચકા ભર્યા કે, સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. જેને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

માણાવદરમાં કુતરાનો આતંક, બે વર્ષના માસુમ બાળકને ફાડી ખાધો
માણાવદરમાં કુતરાનો આતંક, બે વર્ષના માસુમ બાળકને ફાડી ખાધો

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં (Scattered Dog Panic) શ્વાનનો આતંક સામે આવ્યો છે. સોમવારે સાંજના સમયે દાહોદના આદિવાસી ખેત મજૂરના બે વર્ષના માસુમ પુત્રને એકથી વધારે શ્વાનેએ (Dog Bite in Manavadar) આતંક મચાવીને તેને ફાડી ખાધો હતો. પુત્રને બેફામ બચકા ભરતા એને સારવાર હેતું નજીકની હોસ્પિટલમાં (Child loss their life) ખસેડાયો હતો. પરંતુ, સારવાર દરમિયાન એનું મૃત્યું થયું છે.

આ પણ વાંચોઃ મોરબીમાં 18 દિવસમાં કુલ 228 કુતરા કરડવાના નોંધાયા કેસ

કોણ છે આ: જૂનાગઢ જિલ્લામાં દાહોદ પંથકમાંથી મોટા પ્રમાણમાં આદિવાસી ખેત મજૂરો મજૂરી કરવા આવે છે. એવા જ એક મજૂર પરિવાર જગદીશ રાઠવા તેમના પરિવાર સાથે માણાવદર વિસ્તારમાં ખેત મજૂરી માટે આવ્યો હતા. સોમવારે સાંજના સમયે જગદીશ અને તેની સાથે રહેલા તેમના અન્ય પરિવારના સભ્યો ખેતરમાં મજૂરી કામ કરી રહ્યા હતા. ખેતરમાં બનાવેલા અસ્થાઈ આવાસમાં બાળક સૂતું હતું. તેવા સમયે શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હતો. જ્યારે બાળક પર હુમલો થયો ત્યારે એના પરિવારના સભ્યો કામે ગયા હતા.

આ પણ વાંચોઃ Increase in dog bite cases : કુતરાના ખસીકરણ માટેનો 6 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ ગયો ક્યાં? જૂઓ ચોંકાવતી હકીકત

જીવલેણ બચકા ભર્યા: એકથી વધારે શ્વાને એના પર હુમલો કરીને બચકા ભરી લીધા હતા. પરિવારના સભ્યો એને બચાવવા માટે દોડ્યા હતા. પણ સભ્યોને પહોંચવામાં મોડું થયું અને પ્રાણ ઊડી ગયા હતા. બાળકને ઈજા થતા એને તાત્કાલિક સારવાર હેતું ખસેડવામાં આવ્યો હતો. શ્વાને બચકા ભરવાને કારણે બાળકનો ભોગ લેવાયો હતો. જેના કારણે સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Last Updated : Jul 19, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.