ETV Bharat / state

ગીરમાં પ્રવાસીઓનો જમાવડો, આખરે 2 વર્ષ પછી સિંહ સાથે કરશે નવા વર્ષની ઉજવણી

author img

By

Published : Dec 31, 2022, 9:27 AM IST

જૂનાગઢના ગીરમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો (Tourist crowd at Sasan Gir) છે. આ પ્રવાસીઓ હવે નવા વર્ષની ઉજવણી સિંહો સાથે કરશે. કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી અહીં ઉજવણી થવાની હોવાથી પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ (New Year 2023 Celebration) પણ જોવા મળી રહ્યો છે.

ગીરમાં પ્રવાસીઓનો જમાવડો, આખરે 2 વર્ષ પછી સિંહ સાથે કરશે નવા વર્ષની ઉજવણી
ગીરમાં પ્રવાસીઓનો જમાવડો, આખરે 2 વર્ષ પછી સિંહ સાથે કરશે નવા વર્ષની ઉજવણી

ગીરના સિંહને કેમેરામાં કંડારવાની મળી તક

જૂનાગઢ ગીરના સિંહ સાથે નવા વર્ષની ઉજવણી (New Year 2023 Celebration) માટે પ્રવાસીઓ ખૂબ જ ઉત્સુકતા અને ઉત્સાહ સાથે સાસણ આવી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી છેલ્લા કેટલાક વર્ષોથી ગીરમાં કરવાને લઈને ખાસ કરીને નવું વર્ષ ગીરના સિંહ સાથે પસાર કરવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. તે આ વર્ષે પણ આગળ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાના કારણે ગીરમાં (gir lion sanctuary) નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓની સંખ્યા અને તેના ઉત્સાહમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ આજે ગણતરીની કલાકો બાદ નવા વર્ષનું આગમન થશે. ત્યારે નવા વર્ષને આવકારવા પ્રવાસીઓ સાસણ ખાતે એકઠા થયા છે અને સિંહની સાથે નવા વર્ષની યાદગાર પળો વિતાવવા માટે થનગની રહ્યા છે.

પ્રથમ મુલાકાતે જ બબ્બર શેરના થયા દર્શન કલકત્તાથી આવેલાં પ્રવાસી મોસમીબેને ગીર (gir lion sanctuary) અને સિંહ વિશે અનેક રીતે સાંભળ્યું અને તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી, જેના કારણે તેઓ આ વર્ષે પ્રથમ વખત નવા વર્ષની (New Year 2023 Celebration) પૂર્વ સંધ્યાએ ગીરની મુલાકાતે આવ્યાં છે. તેમની પહેલી જ મુલાકાતમાં ગીરના જંગલમાં બબ્બર શેરના દર્શનથી તે રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં. તેમણે ગીરના પ્રથમ અનુભવને લઈને ETV Bharat સાથે વાતચીત કરતા એકદમ ઉત્સાહિત થઈ (New Year 2023 Celebration) ગયાં હતાં. તેમણે અગાઉ બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત કરી હતી, પણ ત્યાં વાઘના દર્શન ન થતા તે નિરાશ થયાં હતાં. જોકે, ગીરના જંગલમાં અને ખાસ કરીને જેને બબ્બર શેર તરીકે ઓળખવામાં આવે છે. તેવા સિંહ યુગલના દર્શન થતા મોસમીબેન ખુશીથી રોમાંચિત બન્યાં હતાં.

ગીરના સિંહને કેમેરામાં કંડારવાની મળી તક છેલ્લા કેટલાક વર્ષોથી (New Year 2023 Celebration) ગીર પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. તેની પાછળનું કારણ પણ માનવા યોગ્ય છે એશિયામાં અને એકમાત્ર ગીરના જંગલમાં રાજા સિંહ જોવા મળે છે. આ ઉપરાંત સિંહને જોવા માટે આફ્રિકા ખંડ સુધી ખૂબ લાંબો પ્રવાસ કરવો પડે છે, ત્યારે ગીરના સિંહને (gir lion sanctuary) જોવા અને સિંહ સાથે સમય વિતાવવા માટે પ્રવાસીઓ ખૂબ ઉત્સાહથી ગીરમાં આવી રહ્યા છે. અહીં આવેલા યુવાન પ્રવાસે રાઘવ શર્માએ તેમના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારો આ ગીરનો પહેલો અનુભવ ખૂબ જ સારો રહ્યો. ગીરના સિંહોને જોવાની સાથે તેની તસવીરો કેમેરામાં કંડારવાની જે વિશેષ તક મળી છે તેને લઈને નવું વર્ષ તેના માટે વિશેષ બની રહ્યું છે.

આ પણ વાંચો સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં

સિંહ યુગલે કરાવ્યા સંયુક્ત મિજબાનીના દર્શન મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા પ્રવાસી અભિનવ રાઠીએ તેમનો ગીરના (gir lion sanctuary) આ ત્રીજા અનુભવ વિશે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ગીરનો આ પ્રવાસ ખૂબ જ આહલાદક અને વિશેષ બની રહ્યો છે. આજની તેમની ગીરની મુલાકાત દરમિયાન સિંહ, હરણ, લંગુર સહિત અનેક વન્યજીવોને ખૂબ નજીકથી જોવાની તક મળી હતી, પરંતુ સૌથી સારો અનુભવ સિંહ અને સિંહણ શિકાર પર બેઠેલા ભોજનની જે મિજબાની માણી રહ્યા હતા. આ દ્રશ્ય જોવાનો લાહ્વો તેમને નવા વર્ષની (New Year 2023 Celebration) બિલકુલ પૂર્વસંધ્યાએ મળ્યો છે. તેને લઈને ગીરના પ્રવાસનો આ ત્રીજો અનુભવ જીવનના અવિસ્મરણીય અનુભવ સાથે અભિનવ રાઠી સરખાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.