ETV Bharat / state

Pragatya Mahotsav of Vallabhacharyaji : રેવતાચલ પર્વત પર કોણે કરી ભાગવત, વલ્લભાચાર્યજીનો જૂનાગઢ સાથે શું છે સંબંધ

author img

By

Published : Apr 25, 2022, 7:38 PM IST

Pragatya Mahotsav of Vallabhacharyaji : રેવતાચલ પર્વત પર કોણે કરી ભાગવત, વલ્લભાચાર્યજીનો જૂનાગઢ સાથે શું છે સંબંધ
Pragatya Mahotsav of Vallabhacharyaji : રેવતાચલ પર્વત પર કોણે કરી ભાગવત, વલ્લભાચાર્યજીનો જૂનાગઢ સાથે શું છે સંબંધ

ચૈત્ર વદ એકાદશી એટલે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ (Pragatya Mahotsav of Vallabhacharyaji )છે. આ પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ વલ્લભાચાર્યજી દ્વારા સ્વમુખે કરવામાં આવેલી ભાગવત કથાનુ સ્મરણ કરવા માટે ખુદ અશ્વત્થામાં રેવતાચલ પર્વત પર આવ્યા હોવાની લોકવાયકા આજે પણ ખૂબ પ્રચલિત છે.

જૂનાગઢઃ ચૈત્ર વદ એકાદશી એટલે કે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજીની 545મો પ્રાગટ્ય મહોત્સવ(Pragatya Mahotsav of Vallabhacharyaji ) છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વલ્લભાચાર્યજી અને જૂનાગઢનો સંબંધ પણ આદી અનાદીકાળથી જોડાયેલો છે. દામોદર કુંડ નજીક (Junagadh Damodar Kund)આવેલા રાધા દામોદરજીનું મંદિરમાં વલ્લભાચાર્યજી દ્વારા રાધા દામોદરજીનીની સેવા કરવાની સાથે અહીં રેવતાચલ પર્વત( Revatachal mountain)પર તેમણે સ્વમુખે ભાગવત કથાનું આયોજન પણ કર્યું હતું. વલ્લભાચાર્યજીએ સ્વ હસ્તે ભોજન પ્રસાદ બનાવવાનુ સૌભાગ્ય પણ આ ભૂમિ પર પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી અહીં તેમની 64મી બેઠક તરીકે જૂનાગઢમાં પૂજા થતી આવી છે. પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ વલ્લભાચાર્યજી દ્વારા સ્વમુખે કરવામાં આવેલી ભાગવત કથાનુ સ્મરણ કરવા માટે ખુદ અશ્વત્થામાં રેવતાચલ પર્વત પર આવ્યા હોવાની લોકવાયકા આજે પણ ખૂબ પ્રચલિત છે.

વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ

આ પણ વાંચોઃ પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો

વલ્લભાચાર્યજીનું જીવન અને તેમના દ્વારા કરવામાં આવેલી ધાર્મિક તપશ્ચર્યા - વલ્લભાચાર્યજીએ પાંચ વર્ષની આયુએ ચાર વેદ ઉપનિષદ અને છ દર્શનનો અભ્યાસ પણ કર્યો હતો. વધુમાં વલ્લભાચાર્યજી જ્યારે 11 વર્ષની આયુએ પહોંચ્યા (Bhagavat Katha by Vallabhacharyaji)ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે તેમણે ખુલ્લા ચરણોએ પદયાત્રા પણ કરી હતી. ત્યારથી વલ્લભાચાર્યજીના દૈવીય તત્વ અને સત્ય બહાર આવવા લાગ્યા વલ્લભાચાર્યજીએ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 84 જેટલા સ્થળોએ મુકામ કર્યો અને સમાજના પ્રત્યેક વર્ગને પોતાના શરણે લીધા અને તેને કારણે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય આજે પણ વલ્લભાચાર્યજીને પુજી રહ્યો છે. પાંચ વર્ષથી શરૂ થયેલું વલ્લભાચાર્યજીનું ધાર્મિક જીવન પુષ્ટિમાર્ગી સંપ્રદાયના પ્રત્યેક ભક્તોને આજે અનેક પ્રેરણાઓ અને ધાર્મિક રીતે મજબૂત મનોબળ પૂરું પાડવા માટે પ્રેરણા રુપ માનવામાં આવે છે અને તેથી જૂનાગઢમાં 64મી બેઠક તરીકે પૂજાતા વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જૂનાગઢમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચોઃ વડોદરા: વલ્લભાચાર્ય ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને શિક્ષણ સહાય અને ગરીબ પરિવાર, વિધવા બહેનોને અન્નદાન કરાયું

વલ્લભાચાર્યજીની ચાર દિવ્ય પ્રતિજ્ઞા - વલ્લભાચાર્યજીના સમગ્ર જીવન દરમિયાન તેમના દ્વારા પાડવામાં આવેલી ચાર દિવ્ય પ્રતિજ્ઞાઓ આજે પણ પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રત્યેક પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનો સાધક વલ્લભાચાર્યજીની દિવ્ય પ્રતિજ્ઞાને અનુસરવાનો પ્રયાસ કરતો હોય છે.

  • સીવેલા વસ્ત્રો ક્યારેય પણ ધારણ નહી કરું માત્ર ધોતી અને એક ઉપરણુ જ ધારણ કરીશ.
  • ખુલ્લા પગે પદયાત્રા કરીશ પદયાત્રા દરમિયાન પગમાં પાદુકા પહેરીશ નહિ અને ખુલ્લા ચરણાદવિદે સર્વત્ર યાત્રા કરીશ.
  • ગામની બહાર આવેલા જળાશયો કે નદીના સ્થળ પર મુકામ કરીશ.
  • ઠાકોરજીને મસ્તક પર બિરાજીને પદયાત્રા કરીશ તેમજ ભોજન પ્રસાદ પણ જાતે બનાવીને ગ્રહણ કરીશ.
    વલ્લભાચાર્યજીની આટલી ધાર્મિક કઠોરતાને માન આપીને શ્રીજી બાવાએ તેમને દર્શન આપીને વલ્લભાચાર્યજીને વચન આપ્યું હતું કે તમે જીવનને બ્રહ્મ સંબંધ આપો અને ત્યાંરથી પુષ્ટિમાર્ગીય હવેલી સંપ્રદાયમાં વલ્લભને ખૂબ ધાર્મિક આસ્થા સાથે પૂજવામાં આવે છે.

વલ્લભ દ્વારા અનેક ગ્રંથો પણ લખાયા - વલ્લભાચાર્યજી દ્વારા લખવામાં આવ્યા છે જેમાં સુબોધિનીજી તત્વાર્થ નિબંધ ત્રિવિધ નામાવલી પત્રવલંબન પોડષગ્રંથો જેવા અનેક ગ્રંથો મહાપ્રભુજી વલ્લભાચાર્ય દ્વારા સ્વહસ્તે લખાયેલા છે. જે પૈકીના સુબોધિનીજી ગ્રંથને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનો આધાર ગ્રંથ પણ માનવામાં આવે છે. વલ્લભાચાર્યજીએ પોતાની નિત્યાવલીમા સંદેશ પણ આપ્યો હતો તેમણે વૈષ્ણવ ને કહ્યું હતું કે તમે સદાય શ્રીજી બાવાનું શરણું સ્વીકારીને રાખજો જો વૈષ્ણવો ભગવાનથી દૂર થશે તો કાળરૂપી ચક્ર તમને ભગવાનથી દૂર ખેંચી જશે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રસ્થાનત્રયી અને શ્રીમદ્ ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ તરીકે સ્વિકાર કર્યો છે. તેમના મુખ્ય ગ્રંથોની વાત કરીએ તો પ્રસ્થાનત્રયી ભાષ્યો જૈમીનીસૂત્રભાષ્ય ભાગવત સુબોધીની ટીકા પુષ્ટિપ્રવાહમર્યાદા અને સિદ્ધાંતરહસ્ય જેવા ગ્રંથો પણ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયને જીવન ચરિત્રના નિર્માણ માટે પણ ખૂબ મહત્વના માન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.