ETV Bharat / state

નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલ ફોટો પ્રદર્શન

author img

By

Published : Sep 28, 2019, 3:32 PM IST

જૂનાગઢ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને ઉજાગર કરતું એક ચિત્ર પ્રદર્શનનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં તેના જીવન સાથે સંકળાયેલા બનાવોને ચિત્ર રૂપે રજૂ કરવામાં આવ્યા હતા.

junagadh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને ઉજાગર કરતું ચિત્ર પ્રદર્શન જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી સાથે વણાયેલી ઘટનાઓ અને તેમના દ્વારા કરેલા કાર્યોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોનું વર્ણન કરતું એક ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના એક સામાન્ય કાર્યકરથી વડાપ્રધાન બનવા સુધીની સફરને વણી લેવામાં આવી હતી. આ ચિત્ર પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી જૂનાગઢના નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જૂનાગઢના લોકો નરેન્દ્ર મોદીને નિકટતાથી ઓળખે તેવા ઉદ્દેશથી જ આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલ ફોટો પ્રદર્શન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી કામગીરી શરૂ કરીને આજે વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલા બનાવોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ચિત્ર પ્રદર્શનમાં કેટલીક ધ્યાન ખેંચે તેવી બાબતો જેવી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાશ્મીરમાંથી ધારા 370 દૂર , ત્રણ તલાક જેવા કાયદા તેમજ કન્યા કેળવણી, જળસંગ્રહ ઉર્જા બચાવો અને સફાઈ અભિયાન જેવા તેમના જીવનના પ્રસંગોને વણીને આ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

Intro:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઝરમર પર જૂનાગઢમાં એક ફોટો પ્રદર્શનનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું


Body:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગો ને ઉજાગર કરતું ચિત્ર પ્રદર્શન જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી સાથે વણાયેલી ઘટનાઓ અને તેમના દ્વારા કરેલા કાર્યોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને વણી લેતું એક ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ ચિત્ર પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના એક સામાન્ય કાર્યકર થી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર ને બારીકાઈથી વણી લેવામાં આવી છે આ ચિત્ર પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી જૂનાગઢના નાગરિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે ચિત્ર પ્રદર્શન નો ઉદ્દેશ માત્ર જૂનાગઢના લોકો નરેન્દ્ર મોદીને નિકટતાથી ઓળખે તેવા ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું છે

બાઈટ 1 શશીકાંત ભીમાણી શહેર ભાજપ પ્રમુખ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક થી કામગીરી શરૂ કરીને આજે વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલા બનાવોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે આ ચિત્ર પ્રદર્શન ને કેટલીક ધ્યાન ખેંચે તેવી બાબતો પૈકી સમગ્ર વિશ્વનું અને સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજેતરમાં જ કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવી ત્રણ તલાક જેવા કાયદા કઈ રીતે ગૂંચવણ ઊભી કરતા કાયદાને દૂર કરવો તેમજ કન્યા કેળવણી જળસંગ્રહ ઉર્જા બચાવો અને સફાઈ અભિયાન જેવા તેમના જીવનના પ્રસંગોને વણી ને આ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે

બાઈટ 2 ડો.મૃદુલાબેન બુચ અધ્યાપક જુનાગઢ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.