ETV Bharat / state

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

author img

By

Published : Feb 19, 2023, 1:32 PM IST

Updated : Feb 19, 2023, 4:28 PM IST

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળામાં ધર્મના અનેક રંગો જોવા મળ્યા હતા. દેવાધિદેવ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રીના મેળામાં નાગા સન્યાસી ઓ ખૂબ જ જોશ અને જુસ્સા સાથે મહાદેવના શાહી લગ્ન પ્રસંગમાં સામેલ થઈને મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી કરી હતી. દિવસના અંતે કુંડમાં સ્નાન કરીને શિવરાત્રીની પૂર્ણાહુતી થઈ હતી.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

જૂનાગઢઃ મહાશિવરાત્રીનો મેળો ધાર્મિક રંગ અને ધર્મના ઉત્સાહ સાથે જૂનાગઢમાં પૂર્ણ થયો છે. ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીનો મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિનો પ્રતીક અને આદિ અનાદિકાળથી દેવાધિદેવ મહાદેવને સમર્પિત એવા મહા શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસી ઓ એકમાત્ર કેન્દ્રસ્થાને હોય છે. કહેવાય છે કે આ નાગાસન્યાસીઓના રૂપમાં શિવ ભવનાથની ભૂમિ પર આવતા હોય છે.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

આ પણ વાંચોઃ Mahashivratri 2023: સ્મશાનમાં બિરાજતા મહાદેવની 2100 દીપ જ્યોત સાથે મહા આરતી

ધાર્મિક મહત્ત્વઃ આ મેળાના ધાર્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે. તો સનાતન ધર્મ સંસ્કૃતિની કથા અનુસાર દિવસ મહાદેવના લગ્ન થયા હતા. તેમની જાનમાં નાગનાગા સન્યાસીઓ જોડાયા હતા. મહાદેવના લગ્નની સાક્ષી ભવનાથની ગીરી તળેટી બની હતી. શિવરાત્રી ના મેળામાં નાગા સન્યાસીઓ દ્વારા મહાદેવની જાન જોડવાનો ઉત્સાહપૂર્વક ધાર્મિક પ્રસંગ આબેહૂબ ગીરી તળેટીમાં ઊભો કરીને મહાશિવરાત્રીના પર્વની ઉજવણી ને ચાર ચાંદ લગાવી દીધા હતા.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

શાહી સ્નાનઃ શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓએ તથા સંતોએ કુંડમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. મહાશિવરાત્રીને દિવસે નીકળેલી રવાડી બાદ નાગાસન્યાસીઓએ ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રીના મહાપર્વને વિધિવત રીતે પૂર્ણ કર્યો હતો. નાગા સન્યાસીઓના રૂપમાં મહાદેવ શિવરાત્રીના દિવસે ભવનાથની ગીરી તળેટીમાં હાજર હોય છે. મૃગીકુંડમાં સ્નાન માટે આવેલા અને શિવના સ્વરૂપ સમાન નાગાસન્યાસી ફરી એક વખત પાતાળ માર્ગે પરત ફરે છે.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને 1.51 કરોડનું દાન આપ્યું

શિવનો અવતારઃ જે શિવનો અવતાર માનવામાં આવે છે ત્યારે શિવરાત્રીના દિવસે નાગાસન્યાસીઓએ પવિત્ર મૃત્યુકુંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી કરી હતી. તરણેતર માધવપુર અને ભવનાથના મેળા ને ધાર્મિક મેળા તરીકે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા મુજબ તરણેતરના મેળામાં મહાદેવ સાથે ભાવિકોનું તન મળતું હોય છે. માધવપુરના મેળે જગતગુરુ શ્રી કૃષ્ણ સાથે પ્રત્યેક ભાવિકનો મન મળતુ હોય છે.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

જીવને મળે છે શિવઃ ભવનાથની ગીરી તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં પ્રત્યેક શિવભક્ત મહાદેવ સાથે ભવોભવના બંધન સાથે તરી જતો હોય છે. આવી ધાર્મિક માન્યતાની વચ્ચે મહાશિવરાત્રીનો મેળો યોજાયો હતો. જેમાં નાગા સન્યાસી હોય પિતા સમાન મહાદેવના લગ્નની જાનમાં જોડાઈને સનાતન ધર્મની સ્મૃતિની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી હતી. જેની સાક્ષી વધુ એક વખત ભવનાથની ગીરી તળેટી બની હતી. જોકે, ભાવિકોએ આ શિવરાતમાં ભાવ ભક્તિ સાથે આનંદ કર્યો હતો.

મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
Last Updated :Feb 19, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.