ETV Bharat / state

Junagadh Monsoon News : મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી, આહલાદક દ્રશ્યો સર્જાયા

author img

By

Published : Jul 7, 2023, 1:15 PM IST

Updated : Jul 7, 2023, 1:59 PM IST

ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અવિરત વરસતા વરસાદે જુનાગઢ જિલ્લાના જળસ્ત્રોતોને છલકાવી દીધા છે. ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ત્યારે વરસાદ બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠી છે.

મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી
મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી, આહલાદક દ્રશ્યો સર્જાયા

જુનાગઢ : ગુજરાતભરમાં ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. મોટાભાગના જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો હતો. આથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. ઉપરાંત રાજ્યના નદી અને તળાવ સહિતના પાણીના સ્ત્રોતમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે અવિરત વરસાદના કારણે જુનાગઢ જિલ્લામાં પણ નદી-નાળા છલકાયા છે. સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જળબંબાકાર : જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ભેસાણ શહેર અને તાલુકામાં ગઈકાલે સાંજના સમયે બે કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. આજે પડેલા ભારે વરસાદને કારણે નદી અને નાળા છલકાઈ ગયા છે.

વરસાદની આગાહી : હવામાન ખાતામાંથી મળતી માહિતી અનુસાર આગામી 48 કલાક સુધી જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 48 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા વચ્ચે ખેડુતોએ વાવણીની શરૂઆત કરી છે.

વાવેતરની સીઝન : ચોમાસું સારું રહેવાની આશાએ સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોએ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. ચોમાસાના બીજો રાઉન્ડ પહેલા રાજ્યના અન્ય પંથકમાં પણ વાવેતર શરૂ થઈ ગયું છે. સોરઠ પંથકમાં ચોમાસુ પાકોનું વાવેતર બિલકુલ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ખરીફ પાકોના વાવેતરના હેક્ટર વાઈઝ આંકડા પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં 3,13,765 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ વર્ગમાં મગ અને અડદનું વાવેતર વધ્યું છે. ઉપરાંત ધાન્ય વર્ગમાં બાજરી તેમજ શાકભાજી અને ઘાસચારાનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે.

આહલાદક દ્રશ્યો : સમગ્ર પંથકમાં વરસેલા વરસાદને કારણે ચારે તરફ હરિયાળી છવાઈ છે. મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠી છે. જ્યાં નજર કરો ત્યાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જુનાગઢના વિવિધ પર્યટન સ્થળો પર સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ત્યારે જુનાગઢની શાન ગરવી ગિરનારને પણ જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેમ લાગી રહ્યું છે.

  1. Kharif Crop Update : આનંદો...ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં અધધ વધારો, જુઓ આંકડાકીય અહેવાલ
  2. Rajkot News : કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ
Last Updated : Jul 7, 2023, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.