ETV Bharat / state

Rajkot News : કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ

author img

By

Published : Apr 6, 2023, 6:44 PM IST

Updated : Apr 6, 2023, 6:56 PM IST

ભાજપ સ્થાપના દિવસ પર કૃષિપ્રધાન રાઘવજી પટેલ રાજકોટથી કમોસમી વરસાદની નુકસાનીના સર્વેને લઈને નિવેદન આપ્યું છે. કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની નુકશાનીનો સર્વે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. ઉપરાંત સરકારના નિયમો મુજબ સહાય કેટલા ટકા નુકસાન થયું હોય તેને મળે તેની પણ કૃષિપ્રધાને વાત કરી હતી.

BJP Foundation Day :  કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ
BJP Foundation Day : કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ

ટૂંક સમયમાં જ કમોસમી વરસાદની નુકશાનીનો સર્વે પૂર્ણ થશે : કૃષિપ્રધાન

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે આજે રાજકોટ ખાતે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ આવી પહોંચ્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે જ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદને લઈને થયેલી નુકશાની મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ખેડૂતોને નુકસાનીની સહાય અંગે પણ વાત કરી હતી. આ સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આજે પાર્ટીના સ્થાપના દિવસે અનેક વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.

નુકશાનીનો સર્વે ટૂંક સમયમાં પૂર્ણ થશે : રાજકોટ ખાતે આવેલા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 3 માર્ચથી લઈને 24 માર્ચ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં સત્તત કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેમાં એક મિલી મીટરથી લઈને એનાથી વધુ વરસાદ રાજ્યના 150 જેટલા તાલુકામાંઓ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાક, બાગાયતી પાક કે બીજા કોઈપણ જાતના નુકસાની અંગે રાજ્ય સરકારને ઘણી બધી રજૂઆત મળી છે. જ્યારે વરસાદ શરૂ થયો, ત્યારે અમે અમારા જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી હતી કે તમે તમારા વિસ્તારમાં થતા કમોસમી વરસાદના નુકસાનની વિગતોનો અહેવાલ સતર્ક રહીને તાત્કાલિક રાજ્ય સરકારને આપજો. જે મુજબની કાર્યવાહી પણ થઈ છે.

આ પણ વાંચો : Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના

500થી વધુ કર્મચારીઓની ટીમ સર્વે માટે બનાવી : રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 24 માર્ચ પછી આ કમોસમી વરસાદ બંધ થયો છે. જ્યારે આ કમોસમી વરસાદના કારણે જ્યાં વરસાદ વધુ પડ્યો હોય અને ખેતીને નુકસાન થયું હોય તેવા તમામ વિસ્તારોમાં સર્વે કરવા માટે 500 કરતાં વધુ કર્મચારીઓની સર્વે માટેની ટીમ બનાવવામાં આવી હતી. જે નુકસાનીનું સર્વે કરવાનું કામ બસ ટૂંક સમયમાં હવે પૂર્ણતાનાઆરે છે. જ્યારે આ સર્વેનું કામ આગામી દિવસોમાં પૂર્ણ થાય તેનો અહેવાલ અમે આગામી દિવસોમાં મુખ્યપ્રધાન પાસે રજુ કરશું.

આ પણ વાંચો : Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

33 ટકાથી વધુનું નુકસાન : આ સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જે પાકને નુકસાની થઇ છે. તેની જરૂરી સહાય મળી રહે તેવી કાર્યવાહી આગામી દિવસોમાં કરશું. સરકારના નીતિ નિયમો મુજબ જે ખેડૂતોને પાકમાં 33 ટકાથી વધુનું નુકસાન થયું છે તેને સહાય મળવાપાત્ર છે, જ્યારે આ બાબતે અમે સર્વે પણ કરી લીધો છે. જેને લઈને નુકસાનીમાં જરૂર જણાય તે પ્રમાણેની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.

Last Updated : Apr 6, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.