ETV Bharat / state

જૂનાગઢ પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા, 7ની કરી ધરપડડ

author img

By

Published : Aug 23, 2021, 5:34 PM IST

જૂનાગઢમાં શહેરના ખલિપુર રોડ પરથી જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે આજે શહેરના ખલિપુર રોડ પર આવેલા મધુવન ફાર્મ હાઉસની પાછળના ભાગે ખેતરમાં રમાતા જુગારીઓ પર રેડ કરતા અહીંથી સાત જેટલા જુગારીઓ અંદાજિત 2 લાખ 71 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

જૂનાગઢ પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા, 7ની કરી ધરપડડ
જૂનાગઢ પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા, 7ની કરી ધરપડડ

  • જૂનાગઢ પોલીસે શહેરના ખલિપુર રોડ પરથી જુગારધામ ઝડપી પાડ્યું
  • જૂગાર ધામની જગ્યા ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશીયાની માલિકીની હોવાનું આવ્યું બહાર
  • પોલીસે સાત જેટલા જુગારીને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

જૂનાગઢ: પોલીસે આજે શહેરના ખલિપુર રોડ પર આવેલા મધુવન ફાર્મ હાઉસની પાછળના ભાગે ખેતરમાં રમાતા જુગારીઓ પર રેડ કરતા અહીંથી સાત જેટલા જુગારીઓ અંદાજિત 2 લાખ 71 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જે જગ્યાએ જુગારધામ ચાલી રહ્યું હતું. તે વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પશીયાની માલિકીનું હોવાનું બહાર આવતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સમગ્ર મામલામાં પોલીસે 7 જેટલા જુગારીઓને ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી

જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયા ની માલિકી વાળી જગ્યા માંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ વિસ્તારમાં મધુવન ફાર્મ ની પાછળ ના ભાગે આવેલા ખેતરના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેને લઇને જૂનાગઢ પોલીસે ખેતરમાં રેડ કરતાં થી 7 જેટલા જુગારીઓ અંદાજિત 2લાખ 70 હ જાર કરતા વધુંના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સમગ્ર મામલામાં ભાજપના કોર્પોરેટરની પણ ધરપકડ થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયાની પોલીસે કરી અટકાયત

જુગારધામમાં પકડાયેલા સાત જુગારીઓ પૈકી વોર્ડ નંબર 4 ના ભાજપના વર્તમાન કોર્પોરેટર ધર્મેશ પોશિયાનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આપવામાં આવતી વિગતો મુજબ જે જગ્યા પરથી જુગારધામ ઝડપાયું છે. તે ધર્મેશ‌ પોશિયાની માલિકીની હોવાનું બહાર આવ્યું છે વધુમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પાછલા કેટલાય સમયથી ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયા અહીંયા જુગારીઓને અન્ય સ્થળેથી બોલાવીને જુગાર રમાડતો હોવાની વિગતો પણ બહાર આવી છે સમગ્ર મામલામાં ભાજપના કોર્પોરેટર નું નામ ઉછળ્યું અને પોલીસે તેની ધરપકડ કરતા જૂનાગઢ શહેરના રાજકારણમાં પણ હવે ગરમાવો આવી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે ખૂબ કામ કરી રહી છે તેવા દાવા ની વચ્ચે ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાતા મામલો આગામી દિવસોમાં વધુ કેટલો આગળ વધી શકે તે જોવું રહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.