ETV Bharat / state

Ram Mandir : રામ મંદિરનો માહોલ સર્જાયો, સાંભળો જૂનાગઢમાં ગુરુકુળના વિદ્યાર્થીઓનું એક સૂરમાં રામ આયેંગે ભજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 3:51 PM IST

આગામી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જૂનાગઢની ગુરુકુળના વિદ્યાર્થીઓએ પણ પોતાની સહભાગીતા રજૂ કરી છે 1000 જેટલા ગુરુકુળના બાળકોએ એક સૂરમાં રામ આયેંગે ભજન ગાયને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જીવંત બનાવ્યો હતો.

Ram Mandir : રામ મંદિરનો માહોલ સર્જાયો, સાંભળો જૂનાગઢમાં ગુરુકુળના વિદ્યાર્થીઓનું એક સૂરમાં રામ આયેંગે ભજન
Ram Mandir : રામ મંદિરનો માહોલ સર્જાયો, સાંભળો જૂનાગઢમાં ગુરુકુળના વિદ્યાર્થીઓનું એક સૂરમાં રામ આયેંગે ભજન

1000 વિદ્યાર્થીઓએ એક સૂરમાં ગાયું ભજન

જૂનાગઢ : જૂનાગઢમાં માહોલ રામમય બની ગયો છે. આગામી 22 તારીખ અને સોમવારના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થશે. જેનો રામમય ભક્તિ માહોલ ઉભો થયો છે. જેમાં જૂનાગઢમાં પણ હવે ધીમે ધીમે રામમય માહોલનું સર્જન થતું જોવા મળ્યું છે.

રામ આયેંગે ભજનનું ગાયન : જૂનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળના 1000 જેટલા વિદ્યાર્થીઓએ એક સૂર લય અને તાલમાં રામ આયેંગે ભજનનું ગાયન કરીને જૂનાગઢમાં પણ અયોધ્યા જેવો રામમય ધાર્મિક માહોલ ખડો કર્યો છે. આગામી 22 તારીખ સુધી આ જ પ્રકારે જુનાગઢ શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થા અને અન્ય જગ્યા પર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાઈ રહ્યું છે.

અયોધ્યાની જેમ અન્ય આયોજન : આગામી 22 મી તારીખ અને સોમવારના દિવસે સાડા પાંચ હજાર વર્ષનો સનાતન ધર્મનો ઇતિહાસ અયોધ્યામાં નૂતન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ફરી એક વખત પુનઃજીવિત થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિ રામમય બનતો પણ જોવા મળી રહ્યો .છે જેમાં ગુરુકુળમાં રહીને અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા બાળકો પણ હવે રામમય બનતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ભારત વર્ષનો આ સૌથી મોટો ધાર્મિક મહોત્સવ પણ માનવામાં આવે છે. જેમાં ભારતના તમામ લોકો પોતાની ઈચ્છા અનુસાર ધાર્મિક મહોત્સવમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે અનેક લોકો પોતાની સંસ્થા કે ઘરેથી પણ આ પ્રકારે અયોધ્યામાં થઈ રહેલા ધાર્મિક મહોત્સવમાં પોતાની જાતને સમાવિષ્ટ કરીને 5,000 વર્ષ બાદ આયોજિત થઈ રહેલા આ ધાર્મિક ઉત્સવમાં સામેલ થઈ રહ્યાં છે.

  1. Vadodara News વડોદરામાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન યોજાયું, બન્યું હતું ખાસ રીતે
  2. Postage stamps on Ram Mandir : પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ડાક ટિકિટ બહાર પાડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.