ETV Bharat / state

Vadodara News વડોદરામાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન યોજાયું, બન્યું હતું ખાસ રીતે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 2:43 PM IST

Vadodara News વડોદરામાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન યોજાયું, બન્યું હતું ખાસ રીતે
Vadodara News વડોદરામાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન યોજાયું, બન્યું હતું ખાસ રીતે

વડોદરામાં દશેરા સિવાય પ્રથમ વખત લોકોને રાવણ દહન નિહાળવા મળ્યું હતું. વડોદરામાં પોલો ગ્રાઉન્ડ ખાતે 51 ફૂટ ઊંચું રાવણનું પૂતળું ઉભુ કરી દહન કરવામાં આવ્યું હતું. શું હતું તેનું પ્રયોજન તે જોઇએ.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી

વડોદરા : વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે જાણીતી છે. સમગ્ર દેશ રામમંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. જેને અનુલક્ષીને શહેરના રામ ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં આજે સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાના આયોજન બાદ સાંજે 7 કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણદહનનો કાયૅકમ રાખવામાં આવ્યો હતો.

51 ફૂટ ઊંચું રાવણનું પૂતળું : વડોદરામાં આજે સનાતન ધર્મ વિજય મહોત્સવ ઉજવી રહ્યા છે. રાવણ દહન કાર્યક્રમ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાયૅકમમાં રાવણનું 51 ફૂટ ઊંચું પૂતળું પોલો ગ્રાઉન્ડ ખાતે આ ઊભું કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ ચાર દિવસથી વડોદરામાં જીઆઇડીસીમાં રાવણનું પૂતળું બનાવવાનું કામ ચાલુ કરી દેવાયું હતું. આગરાથી ચાર કારીગરો પૂતળું બનાવવાની કામગીરીમાં લાગ્યા હતા.

વારસામાં મળેલી પૂતળું બનાવવાની કળા : પૂતળું બનાવનાર કલાત્મક શરાફત અલીએ જણાવ્યું હતું કે વડોદરામાં છેલ્લા 25 વર્ષથી પૂતળાં બનાવવાની કામગીરી કરું છું. આ કામગીરીમાં હું મારા પિતાજીના સમયથી જોડાયેલો છું. જે પરંપરા મને મળેલી છે. દર વર્ષે દશેરા પહેલા પૂતળા બનાવવાનું કામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે અયોધ્યાના મહોત્સવ ધ્યાનમાં રાખીને પણ મને આ પૂતળું બનાવવાનો બીજો અવસર મળ્યો છે.

વાંસ, વડી, કાગળ, સૂતળી, કાથી, સાડીથી પૂતળું બનાવ્યું : કલાત્મક પોતાની કળાથી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને મૂર્તિ કે પૂતળાં બનાવતા હોય છે પરંતુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રાવણનું 51 ફૂટનું ઊંચું પૂતળું બનાવી દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કારીગરે આ પૂતળું બનાવવામાં વાંસ, વડી, કાગળ, સૂતળી, કાથી, સાડી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂતળામાં ફુવારા વછૂટે તેવા ફટાકડા પણ ભરવામાં આવ્યા હતાં. પૂતળાં દહન સાથે જ આતશબાજી પણ કરવામાં આવી હતી. આ વર્ષે વડોદરામાં દશેરા સિવાય પ્રથમ વખત લોકોને રાવણ દહન નિહાળવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સામાજિક કાર્યકરો વિવિધ પક્ષના કાર્યકરો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જય શ્રી રામના નારા લગાવ્યાં હતાં.

  1. Ram lalla idol: રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ પહોંચી, જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
  2. રામ મંદિરની લેટેસ્ટ તસવીરો જુઓ, બનો પવિત્ર ક્ષણના સાક્ષી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.