ETV Bharat / state

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર કરવી પડે તેવો ઘાટ, મહત્વના તબીબોની જગ્યાઓ ખાલી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 4:55 PM IST

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર કરવી પડે તે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી એક માત્ર સરકારી હોસ્પિટલ તબીબોની અનેક જગ્યાઓ ખાલી હોવાને કારણે તબીબો વગર બીમાર પડી રહી છે. મહત્વના એવા મેડિસિન સર્જરી સહિત ઘણા ખરા વિભાગોમાં ડોક્ટરોની ખૂબ અછત જોવા મળે છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર કરવી પડે તેવો ઘાટ, મહત્વના તબીબોની જગ્યાઓ ખાલી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર કરવી પડે તેવો ઘાટ, મહત્વના તબીબોની જગ્યાઓ ખાલી

ડોક્ટરોની ખૂબ અછત

જૂનાગઢ : જૂનાગઢ સિવિલ માંદગીના બિછાને હોય એવું જોવા મળે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સારવાર કરવી પડે તે પ્રકારનો ઘાટ ઘડાયો છે. પાછલા ઘણા સમયથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહત્વના તબીબોની સતત ઘટ જોવા મળી રહે છે. બે વર્ષ પૂર્વે જૂનાગઢ સિવિલ સર્જનની બદલી પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે થતા પાછલા બે વર્ષથી સિવિલ સર્જનનો ચાર્જ પણ અન્ય તબીબોને આપીને જિલ્લાની એકમાત્ર અને સૌથી મોટી સરકારી હોસ્પિટલનું તંત્ર રાજ્યનો આરોગ્ય વિભાગ જે રીતે ગાડા ગબડાવતા હોય તે પ્રકારે આગળ ધપાવી રહ્યો છે. જેને કારણે દર્દીઓની સાથે તેમના પરિજનોને સારવાર માટે ખૂબ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડે છે.

મોંઘી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે : ચાર જિલ્લાને સાંકળતી અને સૌથી મોટી આ હોસ્પિટલમાં આજે તબીબોની મહત્વની જગ્યાઓ ખાલી છે. જેને કારણે દર્દીઓને સારવાર મેળવવામાં ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે જઈ રહ્યા છે.

મહત્વની જગ્યાઓ ખાલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં મેડિસિન, મેડિકલ ઓફિસર, બાળ રોગ નિષ્ણાત, સર્જરી, હાડકાx, મહિલાને લગતા રોગો, ઓપરેશન માટે મહત્વના ગણાતા એનેસ્થેટિક અને એક્સરે તેમજ સોનોગ્રાફી સહિત અન્ય તબીબી કામગીરીમાં મહારત ધરાવતા રેડિયોલોજીસ્ટ તબીબોની જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં મેડિસિનના 14 મહેકમની સામે 10 જગ્યા ખાલી છે. તેવી જ રીતે મેડિકલ ઓફિસરની 34 જગ્યાઓની સામે આજે 07 જગ્યા ખાલી જોવા મળે છે.

આ ડોક્ટરોની નિમણૂક ક્યારે થશે : બાળકોના નિષ્ણાત તબીબોની 8 જગ્યા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે. જેમાં પણ 2 ડોક્ટરોની જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે. સૌથી મહત્વના સર્જરી વિભાગમાં 14 ડોક્ટરોની જગ્યા સિવિલ હોસ્પિટલમાં છે, જે પૈકીની 06 જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે. તો હાડકાxના રોગોના નિષ્ણાત તબીબોની 08 જગ્યાની સામે આજે 02 જગ્યા ખાલી છે. મહિલા અને ગાયનેક વિભાગની 08 તબીબોની સંખ્યાની સામે 03 જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે.

ઇન્ચાર્જ સિવિલ સર્જને આપી વિગતો : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો કૃતાર્થ બ્રહ્મભટ્ટે ઈટીવી ભારતને ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વખતોવખત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યા પર ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે છે. તે પૈકીના ખૂબ જૂજ ડોક્ટરો ફરજ પર હાજર થાય છે. જેને કારણે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ખાલી રહેવા પામે છે. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી તબીબોની નિમણૂક કરવાની લઈને પણ કામગીરી ચાલી રહી છે. ડોક્ટરોના ઓર્ડર થયા બાદ જે ડોક્ટરો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર થશે તેની યોગ્યતાને આધારે સિવિલ હોસ્પિટલની ફેકલ્ટી વાઇસ ખાલી જગ્યાઓ ભરાતી જશે.

  1. ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત
  2. શિયાળા દરમિયાન શાળા પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે, જ્યારે સ્વેટર અંગે ફરજ નહીં પાડી શકે : પ્રફુલ્લ પાનસેરિયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.