ETV Bharat / state

Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો

author img

By

Published : Mar 22, 2023, 10:57 AM IST

પાંચ શ્વાનોએ મજબૂત મુકાબલો કરીને જંગલ રાજાને રવાના કર્યાનો વિડીયો વાયરલ થયો છે. ગામમાં શિકાર કરવા માટે સિંહ આંટાફેરા મારી રહ્યો હતો. પરતું શ્વાનોની ગેંગે પડકાર ફેકતા સાવજે શરણાગતિ સ્વીકારીને પરત ફરવું પડ્યું છે.

Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો
Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો

શ્વાન સામે સાવજને ઝૂકવું પડ્યું, શરણાગતિ સ્વીકારીને સિંહ પરત ફર્યો

જૂનાગઢ : ક્યારેક રાજાએ પણ હથિયાર હેઠા મૂકીને રણ મેદાનમાંથી નાસવું પડે છે. આવા અનેક કિસ્સાઓ આપણી દંતકથામાં જોવા મળે છે તે મુજબનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જંગલનો રાજા સિંહ ગામમાં શિકાર કરવાને લઈને પહોંચી જાય છે, પરંતુ ગામના પાંચ કરતાં વધુ બહાદુર શ્વાનોએ જંગલના રાજા સિંહ સામે પડકાર ઊભો કર્યો હતો. અંતે રાજાએ રણ મેદાન છોડીને ફરી જંગલ તરફ પ્રયાણ કરવું પડે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

આ પણ વાંચો : Amreli News : ખેતરમાં આંખ ખુલતા ખાટલા નીચે બે સિંહણ દેખાય, ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા

શ્વાનોનો રાજા સામે મજબૂત મુકાબલો : આપણી દંતકથામાં એવા અનેક કિસ્સાઓ આજે પણ જોવા મળે છે. જેમાં વિપરીત પરિસ્થિતિ અને અસામાન્ય પડકારોને લઈને રાજાઓએ પણ પીછેહઠ કરવી પડી છે. અથવા તો રણ મેદાન છોડીને નાસવું પડ્યું છે. દંતકથા સમાન જંગલની દુનિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો કયા વિસ્તાર અને ગામનો છે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી, પરંતુ જે પ્રકારે જંગલનો રાજા સિંહ શિકાર કરવાને લઈને ગામમાં પ્રવેશ કરે છે, ત્યારે રાત્રીના સમયે શહેરી શ્વાનોએ રાજાનો ખૂબ જ મક્કમતાપૂર્વક મુકાબલો કરીને તેની સામે પડકાર ઉભો કર્યો છે. શ્વાનોનો પડકાર સામે જંગલના રાજા સિંહે પડતું મૂકીને રણમેદાન છોડવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

સિંહ ગામની બહાર : રાત્રિના સમયે સિંહ શિકાર કરવા માટે ગામમાં પ્રવેશ્યો હશે, પરંતુ તેમની સાથે અન્ય સિંહ કે સિંહણ જોવા મળતા નથી. આવી પરિસ્થિતિમાં ગામના શ્વાનો એકત્ર થાય છે અને જંગલના રાજા સિંહ સામે પડકાર ઊભો કરે છે. જેની સામે શરણાગતિ સ્વીકારીને સિંહ ગામની બહાર જતો જોવા મળી રહ્યો છે. જ્યારે સિંહ ગામની બહાર જતો જોવા મળે છે, ત્યારે આવા સમયે ગામના રામધણની કેટલીક ગાયો પણ ખૂબ જ હલચલ કરતી જોવા મળે છે. સિંહને સફળ અને મજબૂત શિકારી તરીકે આજે પણ માનવામાં આવતો નથી. શિકારની મોટાભાગની જવાબદારી સિંહણો ખૂબ જ નિપુણતાથી કરતી હોય છે, ત્યારે એકલા ગામમાં પ્રવેશેલા જંગલના રાજા સિંહે શિકાર પડતો મૂકીને ફરી તેના નિર્ધારિત સ્થાન પર જતો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.