ETV Bharat / state

રાજ્યની નવી કેબિનેટમાં જૂનાગઢને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા નહીંવત્

author img

By

Published : Dec 10, 2022, 3:11 PM IST

રાજ્યમાં 12 ડિસેમ્બરે (સોમવારે) નવી સરકાર શપથ ગ્રહણ કરશે. ત્યારે હવે રાજ્યની કેબિનેટમાં આ વખતે જૂનાગઢ જિલ્લાની બાદબાકી થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. આ પહેલા રૂપાણી અને પટેલ સરકારમાં જૂનાગઢને પ્રતિનિધિત્વ મળ્યું હતું.

રાજ્યની નવી કેબિનેટમાં જૂનાગઢને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા નહીંવત્
રાજ્યની નવી કેબિનેટમાં જૂનાગઢને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા નહીંવત્

જૂનાગઢ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022 result) ભાજપે અભૂતપૂર્વ 156 બેઠક જીતીને નવો રેકોર્ડ તો બનાવ્યો જ છે, પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે. ત્યારે હવે રાજ્યની નવી સરકાર 12 ડિસેમ્બર (સોમવારે) શપથગ્રહણ કરશે. ત્યારે હવે આ વખતે કેબિનેટમાં જૂનાગઢ જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે કે કેમ તેની પર સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

અગાઉ જૂનાગઢના નેતાઓને મળ્યું હતું પ્રતિનિધિત્વ ગત 5 વર્ષ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જૂનાગઢ જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું હતું. કેશોદ અને માણાવદરના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને જવાહરભાઈ ચાવડાને (Jawahar Chavda BJP) કેબિનેટ અને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ આપવામાં આવ્યું હતું, પરંતુ સોમવારે નવી બનવા જઈ રહેલી રાજ્ય સરકારની મંત્રી પરિષદમાં જુનાગઢ જિલ્લાની બાદબાકી થાય તેવી શક્યતા છે.

જવાહર ચાવડાનો પરાજય દેવાભાઈની લીડ મામૂલી જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક (Manavdar assembly seat) પર જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ચૂંટણી (gujarat election 2022 result) જીતવામાં અસફળ રહ્યા છે. બીજી તરફ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ (Devabhai Malam BJP MLA) ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ કૉંગ્રેસનાં ઉમેદવાર સામે તેની લીડ એકદમ ઘટી ગઈ છે. આના કારણે પણ તેમને પ્રધાન પરિષદમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ જોવાતી નથી.

નેતાઓ જીત્યા પણ શક્યતા નહીંવત્ ત્યારબાદ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા બાકી રહે છે. ભગવાનજી કરગઠિયા છેલ્લી કેટલીક ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ બીજી વખત ધારાસભ્ય બન્યા છે. સંજય કોરડિયા પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટણી (gujarat election 2022 result) જીતીને પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે આ બંને નેતાની પસંદગી પ્રધાન તરીકે થાય તેવી પણ શક્યતાઓ જોવાતી નથી.

5 વર્ષ બાદ અમરેલીમાં મળેલી સફળતા પ્રધાનપદ અપાવી શકે વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં (gujarat election 2022 result) અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો પરાજય થયો હતો. ત્યારે 5 વર્ષ બાદ જિલ્લાની તમામ બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હરાવનારા યુવાન શિક્ષિત પાટીદાર અગ્રણી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે પસંદગી થાય તેવી તમામ શક્યતાઓ જોવાઈ રહી છે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પસંદગી રાજ્ય પ્રધાનમંડળની રચના અને પ્રધાન પરિષદમાં સામેલ થતા નેતાઓ આગામી 2024ને લોકસભાની સામાન્ય ચૂંટણીને (Lok Sabha Election 2024) ધ્યાને રાખીને પસંદ કરવામાં આવશે, જેને લઈને આગામી 12મી તારીખે બનવા જઈ રહેલી નવી રાજ્ય સરકાર અને તેનું પ્રધાનમંડળ લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election 2024) ધ્યાને રાખીને બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.