ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ સ્થાનિક રોજગારી સંકટમાં, બેન્ડવાજાના સંચાલકો અને કલાકારોએ સરકાર સમક્ષ રાહતની કરી માગ

author img

By

Published : Nov 30, 2020, 6:55 PM IST

બેન્ડવાજાના સંચાલકો અને તેના કલાકારો છેલ્લા 8 મહિનાથી બેકાર બની ગયા છે. જૂનાગઢમાં 100 વર્ષ કરતા પણ જૂના કિંગ બેન્ડના સંચાલકો કોરોના બાદ હજુ પણ અવઢવમાં જોવા મળી રહયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકાર દ્વારા લગ્ન જેવા શુભ પ્રંસગોમાં બેન્ડવાજા પર પણ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેને કારણે બેન્ડવાજાના સંચાલકો અને કલાકારો મુશ્કેલીમાં જોવા મળી રહયા છે.

gujarat news
gujarat news

  • લગ્ન જેવા શુભ પ્રંસગો પણ બેન્ડવાજા વિના બન્યા ખામોશ
  • કોરોના સંક્રમણને કારણે સ્થાનિક રોજગારી સામે ખતરો
  • બેન્ડવાજાના સંચાલકો અને કલાકારો બની રહયા છે બે રોજગાર
  • બેન્ડવાજાના સંચાલકો અને કલાકારો સરકાર સમક્ષ પેકેજની કરી રહ્યા છે માગ


કોરોના સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. જેને કારણે સરકાર દ્વારા નિયંત્રો વધુ આકરા બનાવવામાં આવી રહયા છે જેને કારણે શુભ પ્રંસગોમાં બેન્ડવાજાનું સંચાલન કરતા અને વગાડતા કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહયા છે. છેલ્લા 8 મહિનાથી મોટા ભાગની ગતિવિધિઓ પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જેને કારણે બેન્ડવાજાના સંચાલકો અને કલાકારોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રોજગારી સંકટમાં

લગ્ન જેવા શુભ પ્રંસગોમાં બેન્ડવાજા નિયંત્રિત કરતા મુશ્કેલીઓ વધી

17મી માર્ચ બાદ કોરોના સંક્રમણને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ મોટા ભાગના ધંધા અને રોજગાર મરણ પથારી પર જોવા મળી રહયા હતા. ત્યારે અનલોક તબક્કામાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક રોજગારી ફરીથી શરુ થશે તેવું ભરોસાનુ વાતાવરણ ઉભું થયું હતું. પરંતુ બીજા તબક્કાના કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં કડક નિયંત્રણો લાદવામાં આવી રહયા છે. જેમાં લગ્ન પ્રસંગોમાં પણ બેન્ડવાજા અને વરઘોડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે બેન્ડવાજાના સંચાલકો અને કલાકરોની રોજગારી સામે ફરીથી ખતરો ઉભો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.