ETV Bharat / state

Junagadh news: ઉત્તરાખંડમાં પહાડ તૂટતા જૂનાગઢના 20 જેટલા પ્રવાસીઓ ફસાયા, જૂઓ વિડિયો

author img

By

Published : Jun 3, 2023, 10:39 AM IST

ઉતરાખંડમાં પ્રવાસ માટે ગયેલા જૂનાગઢના 20 કરતાં વધુ પ્રવાસીઓ અચાનક પહાડ તૂટી પડવાની ઘટનાને કારણે પાછલા બે દિવસથી ઉત્તરાખંડમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે ઈટીવી ભારત માટે પહાડ ઘસી પડવાની ઘટના અને રેસ્ક્યુ નો વિડિયો જુનાગઢના પ્રવાસીઓએ શેર કર્યો છે

ઉત્તરાખંડમાં પહાડ તૂટતા જૂનાગઢના 20 જેટલા પ્રવાસીઓ ફસાયા
ઉત્તરાખંડમાં પહાડ તૂટતા જૂનાગઢના 20 જેટલા પ્રવાસીઓ ફસાયા

Junagadh news: ઉત્તરાખંડમાં પહાડ તૂટતા જૂનાગઢના 20 જેટલા પ્રવાસીઓ ફસાયા, જૂઓ વિડિયો

જૂનાગઢ: ઉત્તરાખંડમાં ફરી એક વખત પહાડ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રવાસ માટે ગયેલા જુનાગઢ સહિત સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ ફસાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે પહાડો તૂટી રહ્યા છે. તેને કારણે કાટમાળ માર્ગો પર ઘસી રહ્યો છે. જેથી બે શહેર વચ્ચે નો રસ્તો સંપૂર્ણ પણે બંધ થઈ ગયેલો જોવા મળે છે. જેને કારણે પ્રવાસીઓ જે જગ્યા પર હતા ત્યાં જ પાછલા 48 કલાક કરતાં વધુ સમયથી ફસાયેલા જોવા મળી રહ્યા છે.

ચિંતાનું કારણ: જે રીતે પહાડો તૂટવાની ઘટના સતત ઘટી રહી છે જે પ્રવાસીઓમાં ચિંતાનું કારણ પણ બની રહી છે. સદનસીબે પહાડ તૂટી પડવાની ઘટનામાં કોઈ મુસાફરને નાની મોટી કે ગંભીર ઇજાઓ થઈ નથી. પરંતુ પાછલા બે દિવસથી ધોરીમાર્ગ બંધ થતા પ્રવાસીઓ ફસાયેલા જોવા મળી રહ્યા છે. જૂનાગઢના 20 પ્રવાસીઓ ફસાયા જુનાગઢના 20 કરતા વધુ પ્રવાસીઓનું એક ગ્રુપ ઉત્તરાખંડમાં વેકેશન પસાર કરવા માટે ગયું છે. જે પહાડ તૂટી પડવાની ઘટનામાં નૈનીતાલ નજીક ફસાયેલું જોવા મળે છે. આ પ્રવાસીઓ આજે સવારે નૈનીતાલ થી આગળ જવા માટે નીકળવાના હતા. પરંતુ અચાનક પહાડ તૂટી પડવાને કારણે તેઓ નૈનીતાલ વિસ્તારની આસપાસના ગામોમાં ફસાયેલા જોવા મળે છે.

ઘટના સ્થળ પરથી વિડિયો: પહાડ તૂટી પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં સેના સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની સાથે સ્વયંસેવકો પણ કામ કરી રહ્યા છે. પરંતુ પહાડના ખૂબ મોટા ભાગો ધરાસાઈ થઈ રહ્યા છે. જેને માર્ગ પરથી દૂર કરવા પણ ખૂબ સમય માગી લે તેવી પરિસ્થિતિ છે. સદનસીબે વરસાદ પડતો નથી એટલે પ્રવાસીઓ પોતાની રીતે પણ ફસાયેલી જગ્યાથી બહાર નીકળી રહ્યા છે. જુનાગઢના પ્રવાસી હેમા બહેને ઈટીવી ભારત માટે ઘટના સ્થળ પરથી આ વિડિયો મોકલ્યો છે.

  1. Junagadh news: જૂનાગઢ પોલીસ 20,770 જેટલા વાહનોની મેળવશે કસ્ટડી, જાણો શું છે સાચું કારણ?
  2. Junagadh News : કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર દેશી આગાહીકારોએ કહ્યું, ચોમાસુ સાર્વત્રિક રીતે સફળ નહીં
  3. Junagadh News : ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી - અમિત ચાવડા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.