ETV Bharat / state

Junagadh News : ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી - અમિત ચાવડા

author img

By

Published : May 27, 2023, 6:18 PM IST

Updated : May 27, 2023, 7:24 PM IST

જૂનાગઢમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમમાં ભાજપને આધુનિક અંગ્રેજો સાથે સરખામણી કરી છે. કાર્યક્રમમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને આધુનિક અંગ્રેજો એટલે ભાજપને દેશમાંથી નિકાલ કરશે.

Junagadh News : ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી કોંગ્રેસમાંથી નિવેદન
Junagadh News : ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી કોંગ્રેસમાંથી નિવેદન

ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદીભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી

જૂનાગઢ : કોંગ્રેસ દ્વારા આજે જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા અમિત ચાવડાએ ભાજપની સરખામણી આધુનિક સમયના અંગ્રેજો સાથે કરી હતી. જે રીતે ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહની લડાઈ કરી હતી તે જ રીતે આધુનિક અંગ્રેજો એટલે કે ભાજપ સામે કોંગ્રેસના રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અને પદયાત્રા થકી દેશમાંથી નિકાલ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.

અંગ્રેજો ભારતની સંપત્તિ લૂંટ કરીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને માલદાર બનાવી રહી હતી. બિલકુલ તેજ પ્રકારે ભાજપ તમામ સરકારો ભારતની સંપત્તિને લૂંટીને તેના મિત્ર ઉદ્યોગપતિઓને આપી રહી છે. જે કામ ગુલામીના સમયમાં અંગ્રેજો કરતા હતા. તેજ કામ હવે આઝાદ ભારતમાં ભાજપની સરકાર કરી રહી છે, પરંતુ અમે જે રીતે અંગ્રેજોને ભારતમાંથી દૂર કર્યા છે. તે જ રીતે ભારતીય જનતા પાર્ટીને પણ ભારતમાંથી દૂર કરીશું તેવો હુંકાર કર્યો છે. - અમિત ચાવડા (કોંગ્રેસ નેતા)

જનમંચમાં રજૂ થયા પ્રશ્નો : જનમંચ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોની સમસ્યા અને તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટેની એક નવી વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા શરૂ કરાય છે. જે અંતર્ગત આજે જુનાગઢ ખાતે ખેડૂતો મહિલાઓ, યુવાનો, બેરોજગારો અને સ્થાનિક મોટી સમસ્યા લોકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેને લેખિત સ્વરૂપે વિધાનસભામાં નેતા અમિત ચાવડાને સુપ્રત કરાઈ છે. આગામી દિવસોમાં વિધાનસભાના સત્ર દરમિયાન લોકો દ્વારા જે સમસ્યા અને તેમને પડતી હાડમારી જે લેખિત પ્રશ્નોના રૂપમાં આજે આપવામાં આવી છે. તેને વિધાનસભામાં રાખવાની સાથે તમામ સમસ્યાનું નિરાકરણ થાય અથવા તો લોકોને સુવિધા મળે તે દિશામાં કામ કરવાની વાત ચાવડાએ કરી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને નિવેદન : અમિત ચાવડાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને પણ નિવેદન આપ્યું છે કે, જે રીતે ગુજરાતમાંથી સતત ડ્રગ્સ અને દારૂ પકડાઈ રહ્યો છે આ દારૂ અને ડ્રગ્સ કોણ મોકલે છે, કોની રાહબરી નીચે આખું ષડયંત્ર ગુજરાતના યુવાનોને બરબાદ કરવા માટે થઈ રહ્યું છે તે અંગે બાબા બાગેશ્વર જવાબ આપે વધુમાં અમિત ચાવડાએ બાબા બાગેશ્વર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ધાર્મિક ભાઈચારાને તોડવા માટેના એક સુનિયોજિત કાર્યક્રમને આગળ ધપાવી રહ્યા છે. તેઓ ભારતની ધાર્મિક એકતાને અકબંધ રાખવા માટે જો કામ કરે તો તેઓ તમામ સમાજમાં આવકારદાયક બની શકે છે, પરંતુ કોઈ ચોક્કસ ધર્મને લઈને નિવેદનો કરવા બિલકુલ અયોગ્ય છે અને આવા તમામ નિવેદનોથી બાબા બાગેશ્વરે બચવું જોઈએ તેવી વાત પણ કરી હતી.

  1. Lok sabha Election : તાપીમાં કેન્દ્રીય પ્રધાને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની લીધી નોંધ
  2. Surat News : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને કોંગ્રેસના ભાજપ પર પ્રહાર બાદ વાધેલાએ આપ્યો વળતો જવાબ
  3. Unseasonal Rain : બોગસ બિયારણથી લઈને કમોસમી વરસાદના સર્વેમાં ગોટાળાને મામલે કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર
Last Updated : May 27, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.