ETV Bharat / state

હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીનું મેડિકલ કરાયું

author img

By

Published : Jan 3, 2023, 7:21 PM IST

સોશિયલ મીડિયામાં વડાપ્રધાન અને હીરાબા (PM Modi Mother Hiraba) વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી ઝડપાયો છે. જામનગરના આરોપી યુવક અફજલ લાખાણી વિરુદ્ધ સિક્કા પોલીસે ગુનો વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ત્યારે હાલ આ આરોપીનું મેડિકલ કરાયું છે. (vulgar comments accused medically treated)

હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીનું મેડિકલ કરાયું
હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીનું મેડિકલ કરાયું

હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીનું મેડિકલ કરાયું

જામનગર : સિક્કાના એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના (PM Modi Mother Hiraba)અવસાન વખતે સોશિયલ મીડિયા પર ગાળો ભાંડી હતી. જેને લઈને પોલીસ સુધી મામલો જતા તપાસનો રેલો છેક જામનગરના સિક્કા સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ અફજલ લાખાણી છે. ખાસ વાત તો એ છે કે, આ આરોપી પાસે જુદા જુદા 15 થી વધારે ગ્રૂપ ફેસબુકમાં બનાવ્યા હતા. આ ગ્રૂપ તે પોતે જ કોમેન્ટ કરતો અને પોસ્ટ કરતો હતો. કોડવર્ડ ભાષામાં ગાળો લખીને પોસ્ટ કરતો હતો. આ આરોપીના સમર્થકોની પણ પોલીસ તપાસ કરી રહી છે. જામનગર SOG આ અંગે વધુ શોધખોળ કરી છે. આ આરોપીને બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.

સોશિયલ મીડિયા પર સક્રિયઃ સોશિયલ મીડિયા ઉપર પણ આ વ્યક્તિ ખૂબ જ સક્રિય હતો. જોકે,વડાપ્રધાન મોદી અને માતા હીરાબાને ગાળો આપવા તેમજ સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ મામલે પોલીસે સાયબર એક્ટ અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. (Remand of commenters on Hiraba)

આ પણ વાંચો સોશિયલ મીડિયામાં વડાપ્રધાન અને હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી ઝડપાયો

શું હતો સમગ્ર મામલો આરોપી અફજલ લાખાણી (ઉ.વ.40) ધંધો શેરબજારનો કરે છે. તેમજ જામનગરના પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે રહેતો હતો. જે પછી સિક્કા ગામમાં સ્થાયી થયો હતો. જ્યાં તે શેરમાર્કેટનો ધંધો કરતો હતો. ફેસબુકના પેજ બનાવી તે અવારનવાર ગાળો પોસ્ટ કરતો હતો. ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજમાં ભારતના (vulgar comments accused medically treated) વડાપ્રધાન તેમજ તેઓના માતા વિરુદ્ધ ગાળો લખી હતી. સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકેલી હતી. આ આરોપીના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

આ પણ વાંચો ધારાસભ્યના સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર એક્સ આર્મીમેન ઝડપાયો

અનેક ફેક એકાઉન્ટ આરોપી ફેસબુક એપમાં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખુલેલું હતું. જે એકાઉન્ટમાંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તેમજ અનેકો એકાઉન્ટ ખુલેલા છે જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. આરોપી સોશિયલ મીડિયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલા આઈડીમાંથી કોમેન્ટ કરે છે. જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે. આ કેસમાં આરોપી કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં એ અંગે પણ પોલીસ પૂછપરછ બાદ વિગત સામે આવશે. જોકે, આ મામલે પોલીસ હજું પણ બીજી કેટલીક કડીઓ પર તપાસ કરી રહી છે. (Indecent comment on PM Modi Hiraba)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.