ETV Bharat / state

ETV BHARAT ગ્રાઉન્ડ રિપોર્ટઃ અતિવૃષ્ટીને કારણે કૃષિ પ્રધાનના મતવિસ્તારના ખેડૂતો બન્યા નિરાધાર

author img

By

Published : Aug 16, 2020, 6:16 PM IST

Updated : Aug 16, 2020, 6:34 PM IST

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસમાં પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા રામપર રવેચીયા ગામ ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા માટે ETV BHARATની ટીમ પહોંચી હતી. જેમાં ખેડૂતોનો પાક ધોવાઈ જવાને કારણે વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ETV BHARAT Ground Report
ETV BHARAT Ground Report

જામનગરઃ પંથકમાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં મોસમનો 200 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કાલાવડના રામપર રવેશિયા ગામમાં અત્યાર સુધીમાં 80 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી. કારણ કે, ખેતરોમાં હજૂ ગોઠણસમા પાણી ભરેલા છે.

ETV BHARAT Ground Report
ખેડૂતોનો પાક ધોવાઈ જવાને કારણે વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું

કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામના ખેડૂતો માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ગામમાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. મહત્વનું છે કે, કાલાવડ તાલુકો કૃષિ પ્રધાન આર સી ફળદુનો મત વિસ્તારમાં આવે છે.

મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત રામપર રવેશિયા ગામના ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો માગ કરી રહ્યા છે. જામનગરમાં સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને મોટાભાગના ખેતરોમાં હજૂ પણ પાણી ભરાયેલા છે. જે કારણે મગફળી તેમજ કપાસના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.

અતિવૃષ્ટીને કારણે કૃષિ પ્રધાનના મતવિસ્તારના ખેડૂતો બન્યા નિરાધાર

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ મોંઘા બિયારણો ખરીદી અને વાવેતર કર્યું છે. જો કે, વધુ વરસાદને કારણે મોટાભાગની મગફળી પીળી પડી ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આવા સમયે ખેડૂતો માગ કરી રહ્યા છે કે, તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે.

Last Updated : Aug 16, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.