ETV Bharat / state

જામનગરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના મૃતકોનો આંકડો છુપાવાતો હોવાનો MLA વિક્રમ માડમનો આક્ષેપ

author img

By

Published : Jul 14, 2020, 5:14 PM IST

જામનગરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અને કોંગ્રેસ ધારાસભ્ય જી.જી હૉસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. તે દરમિયાન આ હૉસ્પિટલમાં કોરોના મૃતકોની સંખ્યા છૂપાવાતી હોવાના આક્ષેપ કરાયા હતા.

જામનગર
જામનગર

જામનગરની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની મુલાકાતે ખંભાળીયાના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના થી થતા મોતનો આંકડો છુપાવવામાં આવી રહ્યા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.

જામનગરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના મૃતકોનો આંકડો છૂપવાતો હોવાનો MLA વિક્રમ માડમનો આક્ષેપ
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્ય સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોનાકાળમાં સરકારી ચોપડે અત્યાર સુધી માત્ર 9 જ મોત દર્શાવવામાં આવ્યા છે. જ્યારે તેમની પાસે તેમના હોસ્પિટલના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યારસુધીમાં 21 મોત થઇ ચૂક્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, શા માટે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે?

નોંધનીય છે કે, જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે આવેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સાથે ટૂંકી મુલાકાત પણ કરી હતી. જો કે, આ સમયે જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અલતાફ ખફી અને અને કોંગી આગેવાનોને આરોગ્ય સચિવ સાથે મુલાકાત કરતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.જેને લઈને વિપક્ષના નેતા અને કોંગીજનોમાં નારાજગી પણ જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.