ETV Bharat / state

Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગમાં બિરાજતા મહાદેવ સોમનાથ તરીકે કેમ પૂજાયા, પ્રાગટ્ય ઇતિહાસ જાણો

author img

By

Published : Feb 28, 2022, 6:22 PM IST

Updated : Feb 28, 2022, 6:39 PM IST

પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલું મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવ મંદિર તરીકે જાહેર થયું. બ્રહ્માજી કોપાયમાન (Bramha Cursed Moon ) થયા બાદ ચંદ્ર એટલે કે સોમને નષ્ટ થવાનો શ્રાપ મળ્યો હતો. ચંદ્રને આ શ્રાપમાંથી મુક્તિ(Moon Cursed) મળે તે પ્રકારે તેને વૃદ્ધિ અને શ્રયનો શ્રાપ આપીને સંપૂર્ણ શ્રાપમાંથી મુક્તિ આપી.

Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગમાં બિરાજતા મહાદેવ સોમનાથ તરીકે કેમ પૂજાયા, મહાદેવનો પ્રાગટ્ય ઇતિહાસ જાણો
Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગમાં બિરાજતા મહાદેવ સોમનાથ તરીકે કેમ પૂજાયા, મહાદેવનો પ્રાગટ્ય ઇતિહાસ જાણો

સોમનાથ: પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલું મહાદેવનું મંદિર શા માટે સોમનાથ મહાદેવ તરીકે હિંદુ ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં (Hindu Dharma Sanskriti)આવ્યું? શા માટે મહાદેવને સોમનાથ નામ અપાયું તેની પાછળનો ધાર્મિક ઇતિહાસ આપણા પુરાણોમાં જોવા મળે છે. તે મુજબ બ્રહ્માજી દ્વારા શ્રાપિત બાદ ચંદ્ર અને તેમની પત્ની રોહિણીએ બ્રહ્માજી દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે બ્રહ્માજીના સૂચવેલા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં મહાદેવની પૂજા અને તેમની સ્થાપના કરવાની આજ્ઞા કરવામાં આવી હતી.

સોમ એટલે કે ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરનારા મહાદેવ કહેવાયાં સોમનાથ
સોમ એટલે કે ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરનારા મહાદેવ કહેવાયાં સોમનાથ

ચંદ્ર એટલે કે સોમે બ્રહ્માજી દ્વારા શ્રાપિત થયા બાદ શિવની કરી હતી આરાધના

સોમ એટલે કે ચંદ્રએ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીના અને પૂજા ત્યારબાદ સોમની કઠોર સાથે લગ્ન કર્યા હતા. દક્ષ પ્રજાપતિ ને વચન આપ્યું હતું કે તેમની તમામ 27 પુત્રીઓની સાથે ચંદ્ર એક સમાન વ્યવહાર કરશે. પરંતુ લગ્ન બંધનથી જોડાયા બાદ ચંદ્રએ 27 પૈકી કેટલીક પત્નીઓ સાથે અસમાનતા ભર્યું વર્તન કરતાં બ્રહ્માજી કોપાયમાન થયા હતા અને ચંદ્ર એટલે કે સોમને નષ્ટ થવાનો શ્રાપ આપી દીધો જેથી સમગ્ર પૃથ્વી જાણે કે ચિંતામાં ડૂબી ગઈ હોય એવું દ્રશ્યમાન થયું. ચંદ્રના નષ્ટ થવાથી પૃથ્વી પરના તમામ જીવોનો એક સાથે નાશ થશે. તેને લઈને બ્રહ્માજીએ ચંદ્ર ને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રભાસ ક્ષેત્રમાં મહાદેવની (Prabhas Tirth Kshetra)સાધના આરાધના અને પૂજા કરવાની આજ્ઞા આપી. સોમની સાધના અને પૂજાથી બ્રહ્માજી પ્રસન્ન થયા છે અને ચંદ્રને આ શ્રાપમાંથી મુક્તિ મળે તે પ્રકારે તેને વૃદ્ધિ અને શ્રયનો શ્રાપ આપીને સંપૂર્ણ શ્રાપમાંથી મુક્તિ આપી. ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં સોમ એટલે કે ચંદ્ર એ મહાદેવની (Mahadev Temple) પૂજા અને આરાધના કરવામાં આવી હતી જેને લઇને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ આજે પણ સોમનાથ (The India's first Jyotirlinga) કે સોમેશ્વર મહાદેવ તરીકે પૂજાઈ રહ્યું છે.

તાજેતરના સમયમાં સોમનાથ મંદિરના વિવિધ પ્રકલ્પો પૂર્ણ થયાં બાદ સોમનાથની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યાં છે
તાજેતરના સમયમાં સોમનાથ મંદિરના વિવિધ પ્રકલ્પો પૂર્ણ થયાં બાદ સોમનાથની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યાં છે

આ પણ વાંચો: Somnath Masal Arti: સોમનાથ મહાદેવની દરિયા દેવ સમીપે યોજાઇ સામૂહિક મસાલ આરતી

સોમનાથ મહાદેવની કોટિ વર્ષો પૂર્વે ભૂગર્ભમાં સ્પર્શ લિંગ તરીકે બ્રહ્માજીએ કરી હતી સ્થાપના

કોટિ વર્ષો પૂર્વે બ્રહ્માજી દ્વારા દક્ષિણ ધ્રુવમાંથી સ્પર્શ એટલે કે વાયુ સ્વરૂપ લિંગ લાવીને પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પવિત્ર વિસ્તારના ભૂગર્ભમાં સ્પર્શ લિંગની સ્થાપના કરી હતી લિંગ વાયુ સ્વરૂપે હોવાથી તેને સ્પર્શ લિંગ તરીકે ઓળખવામાં આવતું હતું અને તેની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ પ્રભાસ તીર્થક્ષેત્રમાં બ્રહ્માજીના શાપમાંથી મુક્તિ મેળવવા માટે સોમ એટલે કે ચંદ્ર દ્વારા સ્પર્શ લિંગની ખૂબ કઠિન સાધના અને પૂજા કરી અને અંતે બ્રહ્માજી આ સાધનાથી પ્રસન્ન થતા શ્રાપમાંથી સોમને આંશિક રાહત મળી હતી. આજે જ્યાં સોમનાથ મહાદેવની લિંગ સ્વરૂપે પૂજા થઈ રહી છે તેના ભૂગર્ભમાં બ્રહ્માજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો સ્પર્શ એટલે કે વાયુ સ્વરૂપ લિંગ આજે પણ જોવા મળે છે અને તેને કારણે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે

શિવભક્તોને અવનવા મનોહર દર્શન ભક્તોને આનંદ આપે છે
શિવભક્તોને અવનવા મનોહર દર્શન ભક્તોને આનંદ આપે છે

આ રીતે પ્રભાસ તીર્થક્ષેત્રમાં બ્રહ્માજીના શાપમાંથી મુક્તિ મેળવવા બાદ બ્રહ્માજી પ્રસન્ન થયા છે અને ચંદ્રને આ શ્રાપમાંથી મુક્તિ મળે તે પ્રકારે તેને વૃદ્ધિ અને શ્રયનો શ્રાપ આપીને સંપૂર્ણ શ્રાપમાંથી મુક્તિ આપી. જેથી તે જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવ (Somnath Mahadev Temple)પણ ઓળખવામાં પણ આવે છે. જે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર પણ બની ગયું.

આ પણ વાંચો: Prabhas Tirth Kshetra: પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા વડાપ્રધાનના આદેશથી કરાઇ શરૂઆત

Last Updated :Feb 28, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.