ETV Bharat / state

એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો

author img

By

Published : Sep 30, 2022, 2:50 PM IST

Updated : Sep 30, 2022, 3:14 PM IST

ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(શુક્રવારે) એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદથી ગાંધીનગર પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાફલાને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાવ્યો. એમ્બ્યુલન્સ પસાર થયા બાદ જ કાફલો આગળ વધ્યો હતો.

એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો
એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(શુક્રવારે) એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદથી ગાંધીનગર પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાફલાને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાવ્યો. એમ્બ્યુલન્સ પસાર થયા બાદ જ કાફલો આગળ વધ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્વના કામોના લોકાર્પણ કર્યા હતા.

મેટ્રોનું ઉદ્ઘાટનઃ ગાંધીનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનમાં અમદાવાદના કાલુપુર સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. દૂરદર્શન ટાવર ખાતે જાહેર સભા યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા ત્યારે એસજી હાઇવે પર એકે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પસાર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો.

ગાંધીનગર જતા હતાઃ અમદાવાદના બોડકદેવ ખાતે આવેલ દૂરદર્શન ટાવરના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાના સંબોધન કર્યા બાદ ગાંધીનગર રાજભવન આવવા માટે નીકળ્યા હતા. એસ.જી હાઇવે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફ્લો નીકળી ગયો હતો. પાછળથી એમ્બ્યુલન્સ બુટ ઝડપે આવી રહી હતી. જેથી એમ્બ્યુલન્સને સાયરન સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકીને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો. એમ્બ્યુલન્સને માર્ગ આપતી વખતે મોદીના કાફલા પૈકી એક ગાડીના ડ્રાઈવરે જ વિડીયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.

રસ્તો આપ્યોઃ એમ્બ્યુલન્સ છે સાયરન વગાડતી આગળ વધી રહી હતી ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. સૂત્ર તરફથી માહિતી પ્રમાણે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં આ એમ્બ્યુલન્સ પહોંચી હતી. જ્યારે આ સમગ્ર ઘટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ સંદેશો આપ્યો છે કે પોલીસ અને ઇમર્જન્સી કામગીરી સાથે સંકળાયેલા તમામ સાધનોની પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ.

Last Updated :Sep 30, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.