ETV Bharat / state

Operation Kaveri: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ મોડી રાત્રે પહોંચશે મુંબઈ

author img

By

Published : Apr 26, 2023, 5:26 PM IST

સુદાનમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા ઓપરેશ કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત 38 લોકો સુદાનમાં ફસાયા છે અને આ તમામ લોકો મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચશે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોને સૌથી પ્રથમ બહાર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.

operation-kaveri-38-gujaratis-stranded-in-sudan-will-reach-mumbai-late-at-night
operation-kaveri-38-gujaratis-stranded-in-sudan-will-reach-mumbai-late-at-night

રાજ્ય સરકારમાં NRG વિભાગના રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી

ગાંધીનગર: સુદાન દેશમાં ગૃહ યુદ્ધનો માહોલ છે ત્યારે અનેક ભારતીયો સુદાન દેશમાં ફસાયેલ છે. હાલમાં 72 કલાલ યુદ્ધ વિરામ છે ત્યારે જેટલા પણ ભારતીય સુદાનમાં ફસાયા છે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 'ઓપરેશન કાવેરી' કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 38 લોકો સુદાનમાં ફસાયા છે અને આ તમામ લોકો મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ ખાતે પહોંચશે તેવી જાહેરાત રાજ્યના NRG વિભાગના રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.

હર્ષ સંઘવીએ શું કરી જાહેરાત?: રાજ્ય સરકારમાં NRG વિભાગના રાજયકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, 'સુદાનમાં હાલમાં લશ્કરી અને લશ્કરી વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં દુનિયાભરના અનેક દેશોના નાગરિકો સુદાનમાં ફસાયા છે. ભારત સરકાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના અન્ય દેશોના નાગરિકો કરતા ભારત દેશના નાગરિકોને સૌથી પ્રથમ બહાર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.'

ઓપરેશન કાવેરી: જેમાં ઓપરેશન કાવેરીના માધ્યમથી અને તમામ ભારતીયોને ભારતની ધરતી ઉપર પરત લાવવામાં આવી રહ્યા છે. આજે મોડી રાત્રે 38 લોકો ગુજરાતીઓ છે કેન્દ્ર સરકારની મદદથી આ તમામ ગુજરાતીઓ આ મોડી રાતે મુંબઈ પરત લાવવામાં આવશે. આ તમામ ગુજરાતીઓને ગુજરાતમાં પોતાના ઘર સુધી લાવવા માટેની પણ રાજ્ય સરકારે બિન ગુજરાતી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'

આ પણ વાંચો Operation Kaveri: ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં 530 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા

ગુજરાતમાં લાવવાની વ્યવસ્થા: હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, 'જે ગુજરાતીઓ સુદાન માં ફસાયા છે તેમાંથી 38 લોકો આજે મુંબઈ ખાતે પરત આવી રહ્યા છે. તેઓને ગુજરાતમાં લાવવાની વ્યવસ્થા NRG વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેઓને આજે મુંબઈથી જો લોકો ઓછી સંખ્યામાં હશે તો ફ્લાઇટની માધ્યમથી અને મુંબઈથી ગુજરાતના નજીકના જિલ્લાના હશે તો તેઓને બસ મારફતથી તેમના જિલ્લામાં ભરત લાવવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ ગુજરાતી હોય ત્યાં ફસાયેલા છે તો તેમના માટે NRG વિભાગ દ્વારા માહિતી લેવામાં આવી રહી છે અને દિલ્હી ખાતે અધિકારી સાથેના સંકલન રાખીને બાકી રહેલા ગુજરાતીઓને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'

આ પણ વાંચો Indians Stranded in Sudan: સુદાનમાં ફસાયેલા ભારતીયોની પ્રથમ બેચ જેદ્દાહ માટે રવાના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.