ETV Bharat / state

Omicron Test Kit 2021 : ગુજરાત બાયોટેકએ ખાસ કીટ વિકસાવી, હવે 6 કલાકમાં આવશે ઓમિક્રોનનું પરિણામ

author img

By

Published : Dec 25, 2021, 4:59 PM IST

Omicron test kit 2021 : ગુજરાત બાયોટેક ખાસ કીટ વિકસાવી, 6 કલાકમાં આવશે પરિણામ ઓમિક્રોનનું પરિણામ
Omicron test kit 2021 : ગુજરાત બાયોટેક ખાસ કીટ વિકસાવી, 6 કલાકમાં આવશે પરિણામ ઓમિક્રોનનું પરિણામ

વિશ્વમાં કોરોના નવા વેરિયટ ઓમિક્રોને(Omicron case in India) હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(Gujarat Biotech Research Institute ) દ્વારા એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે.જેના દ્વારા ફક્ત 6 થી 7 કલાકમાં જાણી શકાય કે કોનાના ઓમિક્રોનનું સંક્રમણ છે કે નહી,આ કીટ( Omicron test kit 2021)આસામના વૈજ્ઞાનિક દ્વારા આ કીટ તૈયાર કરવામાં આવી છે.

ગાંધીનગર : વિશ્વમાં કોરોનાનો નવો (Omicron case in India)વાયરસ આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયોટેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (Gujarat Biotech Research Institute ) દ્વારા એક ખાસ રીતે તૈયારી કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝિટીવ આવેલા સંક્રમિત વ્યક્તિઓ નવા વેરિયન્ટ થી સંક્રમિત છે કે નહીં તે તમામ માહિતી માટે એક કીટ( Omicron test kit2021) તૈયાર કરાઈ છે, જે તે રાજ્ય સરકાર દ્વારા ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે આ કીટની મંજૂરી આપ્યા બાદ ગણતરીના કલાકોમાં જ કોરોના સંક્રમિત વ્યક્તિ છે કે નહીં તેની એક જ દિવસમાં જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

પહેલા 3 દિવસ રાહ જોવી પડતી હતી

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે(Health front secretary Manoj Agarwal) આ બાબતે ખાસ જણાવ્યું હતું કે પહેલા પૂના ખાતે કોરોના પોઝિટિવના સૅમ્પલ મોકલવામાં આવતા હતા અને તેના પરથી સ્પષ્ટ થતું હતું કે કોરોના પોઝિટિવ થયેલી વ્યક્તિ નવા વેરિયન્ટથી સંક્રમિત (Omicron case in India)છે કે નહીં જ્યારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાના કારણે જે તે વ્યક્તિમાં વધુ સંક્રમણ ફેલાવાની ક્ષમતા થઈ જાય છે. ત્યારે ગુજરાત બાયોટેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (Gujarat Biotech Research Institute ) દ્વારા એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં હવે ફક્ત 6 થી 7 કલાકમાં આ કીટ તાત્કાલિક ધોરણે પરિણામ આપી શકે છે, આ બાબતે રાજ્ય સરકારે નવી કીટના ઉપયોગ માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

આસામના વૈજ્ઞાનિક દ્વારા કીટ વિકસાવવામાં આવી

મળતી માહિતી પ્રમાણે આસામના વૈજ્ઞાનિક દ્વારા આ કીટ તૈયાર( Omicron test kit2021) કરવામાં આવી છે. આ કીટની મદદથી હવે ઓમિક્રોનનું સંક્રમણ છે કે કેમ તે ફક્ત ગણતરીના કલાકોમાં જ જાણી શકાય છે. જ્યારે આ કીટ સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા છે. આ કીટનો ઉપયોગ આરટીપી સિસ્ટમ પદ્ધતિના જ અપનાવવામાં આવે છે અને આથી આટલી જલ્દી પરિણામ જાણી શકાય છે.

આ પણ વાંચોઃ Breaking : દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

આ પણ વાંચોઃ Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બન્ને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં નોંધાયા કુલ 30 કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.