ETV Bharat / state

OBC Bill : વિધાનસભા ગૃહમાં ઓબીસી બિલ રજૂ, ભાજપે સવારે જ આવકાર સમારોહની ઉજવણી કરી, કોંગ્રેસનો વિરોધ પ્લાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 3:42 PM IST

OBC Bill : વિધાનસભા ગૃહમાં ઓબીસી બિલ રજૂ, ભાજપે સવારે જ આવકાર સમારોહ ઉજવણી કરી, કોંગ્રેસનો વિરોધ પ્લાન
OBC Bill : વિધાનસભા ગૃહમાં ઓબીસી બિલ રજૂ, ભાજપે સવારે જ આવકાર સમારોહ ઉજવણી કરી, કોંગ્રેસનો વિરોધ પ્લાન

આજે ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચ સમાજને 27 ટકા અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા સરકારનું આભાર દર્શન કરતો કાર્યક્રમ યોજાયો હતો. સમારોહમાં ઉપસ્થિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે આજે એસસી, એસટીની બેઠકોને અસર કર્યા વગર ઓબીસી બેઠકમાં આપણે 27 ટકા રિઝર્વેશન આપી રહ્યાં છીએ.

આભાર દર્શન કાર્યક્રમ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના ત્રીજા દિવસે આજે રાજ્ય સરકાર ગૃહમાં ઓબીસી સુધારા બિલ પસાર કરશે. જેના સમર્થનમાં આજે ગુજરાત ભાજપ દ્વારા ગાંધીનગરના રામકથા મેદાનમાં ઓબીસી બિલના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત સરકાર એ ઓબીસીની સરકાર હોવાનો આડકતરી રીતે મેસેજ પણ આપ્યો હતો, આમ વિધાનસભા ગૃહમાં બિલ પસાર થાય તે પહેલાં જ મુખ્યપ્રધાન બને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું.

ભાજપ બક્ષી પંચ મોરચાએ કર્યું આયોજન : વિધાનસભા ગૃહમાં ઓબીસી સુધારા વિધેયક રજૂ થાય તે પહેલા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા ગાંધીનગરના સેક્ટર 11 ખાતે આવેલ રામકથા મેદાનમાં બક્ષીપંચ સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બક્ષીપંચ સમાજને 27 ટકા અનામત આપવાની સરકારે કરેલી જાહેરાતને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટપ્રધાન કુવરજી બાવળિયાએ પણ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકારે આપણા સમાજની ઈચ્છા પ્રમાણે 27 ટકા અનામત આપી છે અને એનો આપણને હવે લાભ મળવા જઈ રહ્યો છે.

  • LIVE: પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીનો 'આભાર દર્શન કાર્યક્રમ' | સ્થળ: રામકથામેદાન,ગાંધીનગરhttps://t.co/RSkLuStQ5R

    — Raghavji Patel (@RaghavjiPatel) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારમાંથી માહિતી લીક થઈ અને કોંગ્રેસે ધરણા કર્યા : આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આર પાટીલે સ્ટેજ ઉપરથી નિવેદન આપ્યું હતું કે 27 ટકા ઓબીસી અનામત આપવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય હતો. કોંગ્રેસે ગત મહિને જે વિરોધ કર્યો હતો તે બાબતે પણ ટકોર કરી હતી કે સરકાર માહિતી લીક થઈ અને કોંગ્રેસને ખબર પડી કે ભૂપેન્દ્ર પટેલની સરકાર 27 ટકા અનામત આપવાના છે. એટલે બે દિવસ પહેલાં જ કોંગ્રેસ પક્ષે ધરણા કર્યા હતાં. રાજ્ય સરકારના 27 ટકા ઓબીસી અનામતના નિર્ણયથી કોઈને અન્યાય થશે નહીં અને રાજ્યમાં 49 ટકા જેટલી વસ્તી ઓબીસી સમાજની છે ત્યારે આવનારા સમયમાં ઓબીસી સમાજને વધુ ન્યાય હોદ્દો અને વધારે પદ પણ મળશે.

આજે બિલ ગૃહમાં પસાર થશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ આભાર દર્શન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એમ પણ નિવેદન આપ્યું હતું કે દરેક સમસ્યાઓ માટે નરેન્દ્રભાઈ મોદી ઉપર જ છે અને ઓબીસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ આવક અને આરોગ્ય ઉપર જ ધ્યાન આપ્યું છે.

આજની એસસી એસટીની બેઠકને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વિના ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવામાં આવશે. જે બિલ આજે ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવશે. આ 27 ટકા અનામતના નિર્ણયથી માત્ર હોદ્દા નહીં પરંતુ આર્થિક રીતે પણ સમાજને ફાયદો થશે, જ્યારે સરકારે કરેલા નિર્ણયને કોઈ વ્યક્તિ કોર્ટમાં પડકારશે તો પણ કંઈ જ નહીં થાય...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન )

ગુજરાત 4થું રાજ્ય બનશે : ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળમાં પણ રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે ઓબીસી બિલ બાબતે નિવેદન આપ્યું હતું કે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ઓબીસી અનામત માટેનું ચોથું રાજ્ય બનશે. વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો ત્યારે હવે આજે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થયા બાદ ઝવેરી પંચના રિપોર્ટ અંગે પણ વધુ વિગતો ગૃહમાં આપીશું.

  1. OBC Reservation : કોઇ પણ સમાજને નુકશાન ન થાય તે રીતે લેવાયો અનામતનો નિર્ણય : ભૂપેન્દ્ર પટેલ
  2. OBC Reservation : સરકારે કરી OBC અનામત અંગે જાહેરાત, નિર્ણયથી અસંતુષ્ટ વિપક્ષના સરકાર પર આક્ષેપ
  3. zaveri Commission on OBC :ઓબીસી અનામત મામલે ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટ માં રજૂ કરાયો, સાંજે 5 વાગે થઇ શકે છે જાહેરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.