ETV Bharat / state

OBC Reservation : કોઇ પણ સમાજને નુકશાન ન થાય તે રીતે લેવાયો અનામતનો નિર્ણય : ભૂપેન્દ્ર પટેલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:17 PM IST

ગુજરાત સરકાર દ્વારા ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનામત લાગુ કરવામાં આવશે.

OBC Reservation : ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો નિર્ણય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય
OBC Reservation : ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો નિર્ણય, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

ઓબીસી સમાજને 27 ટકા અનામતની ઉજવણી

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 52 ટકા જેટલી વસ્તી ઓબીસી સમાજમાંથી આવે છે, પરંતુ આ 27 ટકા અનામત અન્ય કોઈ સમાજને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનામત લાગુ કરવામાં આવશે.

ઝવેરી કમિશન અહેવાલ : ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ઝવેરી કમિશનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. જેમાં ઓબીસી સમાજ 27 ટકા અનામત બેઠક રાખવાની નિર્ણય કરવામાં આવે છે. જેને લઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જણાવ્યુ હતું કે દરેક સમાજને ધ્યાનમાં રાખીને અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ભારતીય જનતા પાર્ટી હંમેશા માનવીની ચિંતા કરવામાં આવતી હોય છે. દરેક સમાજને લાભ થાય તેવા જ નિર્ણયો લેવામાં આવતા હોય છે, ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઓબીસી સમાજને 27 ટકા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે રક્ષાબંધન ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશની બહેનોને ભેટ આપી છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ નિર્ણય : ભારતીય જનતા પાર્ટીની સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશન પ્રમાણે ઓબીસી આયોગની રચનાની કરવાની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં 52 ટકા લોકો ઓબીસી સમાજના છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ 156 ધારાસભ્યમાંથી 50 જેટલા ધારાસભ્ય ઓબીસી સમાજમાંથી આવે છે.

એસટી અને એસટી સમાજના લોકોને નુકસાન ન થાય તે લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. ઓબીસી સમાજના લોકોને આજ 27 ટકા અનામતની ભેટ પ્રાપ્ત થઈ છે. સ્થાનિક સ્વરાજ,ગ્રામ પંચાયત,ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ લાગુ પાડવામાં આવશે. પરંતુ બેઠકમાં 10 ટકા યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા અને વિધાસભાની ચૂંટણીમાં લાગુ પડશે નહીં. પરંતુ 9 જિલ્લા 51 તાલુકા એસટી સમાજની વસ્તી પ્રમાણે 27 ટકા ઓબીસી અનામત રહેશે. ઓબીસી સમાજમાં 146 અલગ અલગ જ્ઞાતિઓનો સમાવેશ થતો હોય છે...સી. આર. પાટીલ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)

લોકો માટે ઉપયોગી નિર્ણયો : આ તકે રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને એલપીજી ગેસમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે તે વિશે પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત ઉજ્જવલા યોજના અંતર્ગત સબસીડી પણ આપવામાં આવશે. જેથી હવે એલપીજી ગેસમાં કુલ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 9.5 કરોડ ગેસ કનેક્શન અત્યાર સુધી આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી 50 કરોડ જેટલા લોકોને પણ ફાયદો થયો છે.

  1. OBC Reservation : સરકારે કરી OBC અનામત અંગે જાહેરાત, નિર્ણયથી અસંતુષ્ટ વિપક્ષના સરકાર પર આક્ષેપ
  2. OBC Bachao Movement : OBC મુદ્દે કોંગ્રેસને બોલવાનો હક્ક નથી : ઋષિકેશ પટેલ
  3. zaveri Commission on OBC :ઓબીસી અનામત મામલે ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટ માં રજૂ કરાયો, સાંજે 5 વાગે થઇ શકે છે જાહેરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.