ETV Bharat / state

LRD આંદોલનકારીની તબિયત લથડતા અમિત ચાવડા પહોંચ્યા મુલાકાતે, રાજ્ય સરકારને લીધી આડે હાથ

author img

By

Published : Feb 7, 2020, 8:06 PM IST

રાજ્ય સરકારના 1 ઓગસ્ટ 2018ના પરિપત્રના વિરોધમાં SC, ST, OBC સમાજની મહિલા ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે તેમાંથી બે મહિલા ઉમેદવારની તબિયત લથડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલ પહોંચી મહિલા ઉમેદવારોની તબિયત વિશે જાણકારી મેળવી હતી અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.

LRD Umedvar
એસઆરડી મહિલા ઉમેદવાર

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી મેદાનમાં બે મહિનાથી SC, ST, OBC સમાજની મહિલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મહિલા ઉમેદવારોની માગ છે કે, રાજ્ય સરકાર 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ્દ કરે. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ વાતચીત નહીં થતાં ગત 20 દિવસથી મહિલા ઉમેદવારો દ્વારા અનશન યથાવત્ છે. આજે બપોરે 2 મહિલા ઉમેદવાર અને એક સમર્થકની તબિયત લથડતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

LRD મહિલા ઉમેદવારની તબિયત લથડી

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી મહિલા ઉમેદવારની તબિયત અંગે માહિતી મેળવી હતી અને રાજ્ય રકાર પર આક્ષેપ કર્યા હતા કે, 2 મહિનાથી મહિલા ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહી છે પણ રાજ્ય સરકાર કંઈ સાંભળતી નથી. અમિત ચાવડાએ રાજ્ય સરકાર SC, ST વિરોધી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Intro:approved by panchal sir.


ગાંધીનગર : છેલ્લા કેટલાય દિવસથી રાજ્ય સરકારના 1 ઓગસ્ટ 2018 ના પરિપત્રના વિરોધમાં એસસી એસટી ઓબીસી સમાજની મહિલા ઉમેદવાર દ્વારા પરિપત્ર કરવાની બાબતે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે છેલ્લા ૨૦ દિવસથી મહિલાઓ દ્વારા કરીને સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે બે મહિલાની તબિયત લથડતાં તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાની ફરજ પડી હતી ત્યારે જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હોસ્પિટલમાં આવી નહીં મહિલાઓની તબિયત વિશેની જાણકારી મેળવીને સરકાર પર પ્રહાર કર્યા હતા.



Body:ગાંધીનગર ના સત્યાગ્રહ છાવણી મેદાન માં છેલ્લા 60 દિવસ થી એસ.સી.એસ.ટી. સમાજ ની મહિલાઓ દ્વારા વિરોધ પ્રધારશન કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ 1 ઓગસ્ટ 2018 ના પરિપત્ર નો વિરોધ કરવામાં આવે છે અને મહિલા ઉમેદવારો ની માંગ છે કે સરકાર આ પરિપત્ર રદ કરે પણ સરકાર તરફ થી કોઈ વાત ચીત ના થતા છેલ્લા 20 દિવસ થી મહિલા ઉમેદવારો દ્વારા અનશન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે બપોરે ની આસપાસ 2 મહિલા ઉમેદવાર અને એક સમર્થક ની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી જેમાં આજે કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડાએ હોસ્પિટલમાં આવીને મહિલાના સગા સંબધી સાથે ચર્ચા કરી હતી ત્યારે બાદ ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે 2 મહિના થી મહિલાઓ વિરોધ કરી રહી છે પણ સરકાર કાઈ સાંભળતી નથી, જ્યારે કોઈ મંત્રી દ્વારા સંવાદ પણ કરવામાં આવ્યો નથી, સરકાર એસ.એસી.એસ.ટી. વિરોધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અમિત ચાવડા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એસસી એસટી ઓબીસી અધિકાર છીનવવાનું સરકાર બંધ કરે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે પોતાની લડત લડી રહ્યા છે ત્યારે આ મહિલા સાત દિવસથી બંધ કરીને આંદોલન કરી રહી છે તેમ છતાં પણ સરકારે આ લોકો સાથે સંવાદ કર્યો નથી પણ જો સરકાર આ લોકો સાથે સંવાદ કરીને નિરાકરણ નહીં લાવે તો ગુજરાતમાં વધારે જલદ આંદોલન કરવાની ચિમકી પણ અમિત ચાવડાએ આપી હતી.. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને આપણે ફક્ત મદદ કરવાની પણ વિનંતી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી...


Conclusion:ઉલ્લેખનીય છે કે એસસી એસટી ઓબીસી ની મહિલા ઉમેદવારો દ્વારા છેલ્લા સાત દિવસથી સરકારના પરિપત્ર નો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ સરકાર અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ આ આવેદનપત્ર બાબતે અને બિન અનામત વર્ગ માટે અમિત ચાવડાએ બોલવાનું ટાળ્યું હતું જ્યારે આ જે મહિલા ઉમેદવારોની તબિયત વધુ લથડતા તેઓને ગાંધીનગર સીવીલ હોસ્પિટલ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.