ETV Bharat / state

શિક્ષકો સારા શિક્ષણની કરોડરજ્જુ છે, જે સમાજ માટે ગૌરવરૂપ છે: ઓ. પી. કોહલી

author img

By

Published : Jun 30, 2019, 6:06 PM IST

ગાંધીનગર: શહેરમાં આવેલા IITE ફાઉન્ડેશનના 9માં સ્થાપનાદિન નિમિત્તે 100થી વધુ ગુરૂજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમણે કહ્યું કે, વિકસતા જતા સમયમાં વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે.

શિક્ષકો સારા શિક્ષણની કરોડરજ્જુ છે, જે સમાજ માટે ગૌરવરૂપ છે: ઓ.પી.કોહલી

શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યાં છે. ગુણવત્તાલક્ષી સારૂ શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષકો જ કરોડરજ્જુ પુરવાર થઈ રહ્યાં છે, જે સમાજ માટે અત્યંત ગૌરવરૂપ છે. સેવા નિવૃત શિક્ષકો સમાજ પ્રત્યે પોતાનું દાયિત્ય નિભાવીને સમાજ ઘડતરમાં ડાયનેમિક ભૂમિકા અદા કરવા રાજ્યપાલે આહ્વાન કર્યું હતું.

શિક્ષકો સારા શિક્ષણની કરોડરજ્જુ છે, જે સમાજ માટે ગૌરવરૂપ છે: ઓ. પી. કોહલી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના વર્ષ 2010માં કરવામાં આવી હતી. વિઝન-મિશન દ્વારા આ યુનિવર્સિટી દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. આ યુનિવર્સિટી દ્વારા આવનારા સમયમાં સમાજ ઉપયોગી સંશોધનો તથા શિક્ષક ઘડતર માટેના પ્રયાસો થાય તે જરૂરી છે. રાષ્ટ્રના વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે તેમ છે. ત્યારે વિશ્વવિદ્યાલયો આ ક્ષેત્રે પ્રાધાન્ય આપે તે જરૂરી છે. તેમણે શિક્ષકોને હવે વેતનભોગી ગ્રંથીમાંથી બહાર આવીને પોતાની કર્તવ્યનિષ્ઠા અદા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

શિક્ષક સમાજનું અભિન્ન અંગ છે. શિક્ષકોમાં બૌદ્ધિક ક્ષમતાની સાથે-સાથે વ્યવસાયિક ક્ષમતા અને સંવેદના જોડાય તો આવનારી પેઢીને અવશ્ય ફાયદો થશે. શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું જ નહીં પણ વિદ્યાર્થીઓને સંવેદના થકી સહારો આપીને તેમનું ઘડતર કરવાનું છે.

શાળા, કોલેજો- યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયાર કરવાને બદલે સમાજઘડતર માટેનું પણ શિક્ષણ આપવું જોઈએ. દેશને આઝાદી વર્ષ 1947માં મળી હતી. ત્યારે આજે પણ ભારત વિકાસશીલ દેશ કહેવાય છે. ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવા માટે શિક્ષણના માધ્યમ દ્વારા શિક્ષકોએ અનેરી ભૂમિકા અદા કરવી પડશે. દેશમાં શિક્ષણનો સ્વર્ણિમ યુગ છે. આપણે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠો માટે ગૌરવ કરીએ છીએ. દેશની યુનિવર્સિટીઓ પણ વર્લ્ડ રેન્કિંગમાં આગવું સ્થાન હાંસલ કરીને પુનઃ તક્ષશિલા, નાલંદા, વિદ્યાપીઠ જેવું ગૌરવ પ્રાપ્ત કરે તે માટે શિક્ષકોએ આગવા પ્રયાસ કરવા પડશે.

WRC-NCTEના ચેરપર્સન રવિન્દ્ર કડુએ આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોની પ્રશંસા કરીને તેમના દ્વારા શિક્ષણ દ્વારા સમાજને આગળ લઈ જવાના કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

R_GJ_GDR_RURAL_03_30_JUNE_2019_STORY_IITE_GOVERNAR_FOUNDETION DAY_SLUG_VIDEO_STORY_7205128_gandhinagar_rural





હેડીંગ) શિક્ષકો જ સારા શિક્ષણની કરોડરજજૂ છે : રાજ્યપાલ ઓ.પી.કોહલી

ગાંધીનગર,


ગાંધીનગર ખાતે આઈઆઈટીઈ નાં 9માં સ્થાપનાદિને 100થી વધુ ગુરૂજનોનું સન્માન કરતા રાજ્યપાલશ્રી કોહલીએ ઉમેર્યુ કે, વિકસતા જતા સમયમાં વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. ત્યારે શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. ગુણવત્તાલક્ષી સારું શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષકો જ કરોડરજ્જુ પુરવાર થઈ રહ્યા છે તે સમાજ માટે અત્યંત ગૌરવરૂપ છે. અને સેવા નિવૃત શિક્ષકો સમાજ પ્રત્યે પોતાનું દાયિત્ય નિભાવીને સમાજ ઘડતરમાં ડાયનેમિક ભૂમિકા અદા કરવા રાજ્યપાલએ આહવાન કર્યુ હતું.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના વર્ષ 2010માં કરી હતી. વિઝન- મિશન થકી આજે આ યુનિવર્સિટી દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી દ્વારા આવનારા સમયમાં સમાજોપયોગી સંશોધનો તથા શિક્ષક ઘડતર માટેના પ્રયાસો થાય તે જરૂરી છે. રાષ્ટ્રના વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે તેમ છે ત્યારે વિશ્વવિદ્યાલયો આ ક્ષેત્રે પ્રાધાન્ય આપે તે જરૂરી છે. તેમણે શિક્ષકોને હવે વેતનભોગી ગ્રંથીમાંથી બહાર આવીને પોતાની કર્તવ્યનિષ્ઠા અદા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.  શિક્ષક સમાજનું અભિન્ન અંગ છે. શિક્ષકોમાં બૌદ્ધિક ક્ષમતાની સાથે સાથે વ્યવસાયિક ક્ષમતા અને સંવેદના જોડાય તો આવનારી પેઢીને અવશ્ય ફાયદો થશે. શિક્ષકનું કામ માત્ર મારવાનું નહીં પણ વિદ્યાર્થીઓને સંવેદના થકી સહારો આપીને ઘડતર કરવાનું છે.

શાળા કોલેજો- યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયાર કરવાને બદલે સમાજઘડતર માટેનું પણ શિક્ષણ આપવું જોઈએ. દેશને આઝાદી 1947માં મળી હતી અને આજે પણ ભારત વિકાસશીલ દેશ કહેવાય છે ત્યારે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવા માટે શિક્ષણના માધ્યમ દ્વારા શિક્ષકોએ અનેરી ભૂમિકા અદા કરવી પડશે. દેશમાં શિક્ષણનો સ્વર્ણિમ યુગ છે. આપણે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠો માટે ગૌરવ કરીએ છીએ ત્યારે દેશની યુનિવર્સિટીઓ પણ વર્લ્ડ રેન્કિંગમાં આગવું સ્થાન હાંસલ કરીને પુનઃ તક્ષશિલા, નાલંદા, વિદ્યાપીઠ જેવું ગૌરવ પ્રાપ્ત કરે તે માટે શિક્ષકોએ આગવા પ્રયાસ કરવા પડશે. WRC-NCTE નાં ચેરપર્સન રવિન્દ્ર કડુએ આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોની પ્રશંસા કરીને તેમના દ્વારા શિક્ષણ થકી સમાજને આગળ લઈ જવાના કરવામાં આવેલા પ્રયાસો બિરદાવ્યા હતા. આજે પણ શ્રેષ્ઠ શિક્ષકોની સમાજ ને ખુબ જરૂર છે 


બાઈટ, મધુસુદન મકવાણા, રજીસ્ટર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.